Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ડુમલાવ જલારામ ભક્‍તો દ્વારા ડુમલાવથી વિરપુર પ્રથમ પદયાત્રા સફળ આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.26: પારડી તાલુકાના ડુમલાવ જલારામ ભક્‍તો દ્વારા ડુમલાવથી વિરપુર પગપાળા યાત્રાનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્‍યું હતું. ડુમલાવના જલારામ મંદિરથી 10 માર્ચ 2023 ના રોજ 11 જેટલા યુવાન જલારામ બાપાના ભક્‍તો વીરપુર જલારામ બાપાના દર્શને પગપાળા નીકળ્‍યા હતા.
ખૂબ જ ટૂંકા ગાળામાં અને નાના પાયે તૈયાર થયેલા આ પગપાળા વીરપુર સુધીની પદયાત્રા પ્રથમ વખત યોજી હોવા છતાં જલારામ ભક્‍ત યુવાનોને રસ્‍તામાં અનેક લોકોએ સ્‍વયંભૂ ખૂબ મદદ કરી હતી જેને લઈ તેઓ 12 દિવસ બાદ વીરપુર પહોંચી 13 માં દિવસે તમામ યુવાનોએ સહી સલામત રીતે જલારામ બાપાના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી.
ખૂબ ટૂંકા સમયમાં અને અચાનક નક્કી કરવામાં આવેલ આ વીરપુર સુધીની પદયાત્રામાં યુવાનોને મદદ કરવા આમળીના ધર્મેશભાઈ વિડીયો શુટીંગવાળા પોતાની ટીમ સાથે પહોંચી સતત બે દિવસ સંપૂર્ણ રીતે આ પદયાત્રીઓની તમામ સેવાઓ પૂરી પાડી પોતે પણ પદયાત્રી હોય એ રીતે જલારામ બાપાનાદર્શન કરી તેઓ પણ ખૂબ ધન્‍યતા અનુભવી હતી.

Related posts

વલસાડ જિલ્લાના બે શિક્ષકોની રાજ્‍યકક્ષાના શ્રેષ્‍ઠ શિક્ષક એવોર્ડ માટે પસંદગી

vartmanpravah

દીવ ન.પા.ના નવનિર્વાચિત પ્રમુખ હેમલતાબેન સોલંકીના સન્‍માન સમારંભમાં નરોલીમાં શિક્ષણ સંગઠન અને સેવાનો સર્જાયેલો ત્રિવેણી સંગમ

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીની સંઘપ્રદેશ મુલાકાતના સંદર્ભમાં પ્રદેશ ભાજપ ઉદ્યોગ પ્રકોષ્ઠ દ્વારા ઉદ્યમીઓ સાથે કરાયેલું સંવાદ બેઠકનું આયોજન

vartmanpravah

પાલઘરના મનોર ખાતે ખાડીમાં માછીમારી કરવા ગયેલ યુવક પર શાર્કનો હુમલો

vartmanpravah

દમણમાં કરાયું નુમા ઈન્‍ડિયા કરાટે કલર બેલ્‍ટની પરીક્ષાનું સફળ આયોજન

vartmanpravah

ધ્‍વજને આડા-અવળા ના ફેંકતા નોટીફાઈડ વાપી કલેકશન સેન્‍ટરને પહોંચાડવાની જાહેર અપીલ

vartmanpravah

Leave a Comment