Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાદરા નગર હવેલી લોકસભાની પેટા ચૂંટણી ૨૦૨૧માં યોજાવાની સંભાવના ધૂંધળી

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. ૦૪
સાંસદ મોહનભાઈ ડેલકરના અસામાયિક મૃત્યુ બાદ ખાલી પડેલ લોકસભાની દાદરા નગર હવેલી બેઠકની પેટા ચૂંટણી ૨૦૨૧માં યોજાવાની સંભાવના હવે ધૂંધળી બની રહી છે. કોરોના મહામારીના કારણે ચૂંટણી પંચે તમામ ચૂંટણી સ્થગિત કરવાનો નિર્ણય લીધેલો છે. જેના કારણે ઉત્તરાખંડમાં પણ પેટા ચૂંટણી યોજવાની સંભાવના નહીં હોવાના કારણે સર્જાયેલી બંધારણીય કટોકટીના કારણે મુખ્યમંત્રી શ્રી તિરથસિંહ રાવતને રાજીનામું આપવાની ફરજ પડી હતી. કારણ કે, શ્રી તિરથસિંહ રાવત વિધાનસભાના સભ્ય નહીં હતા.
અત્રે યાદ રહે કે, ઉત્તરાખંડના શ્રી તિરથસિંહ બાદ હવે બંગાળના મુખ્યમંત્રી સુશ્રી મમતા બેનરજી માટે પણ બંધારણીય સંકટ ઉભું થવાની શક્યતા છે. કારણ કે તેઅો પણ વિધાનસભાના સભ્ય નથી. સુશ્રી મમતા બેનરજીઍ ૪ મે, ૨૦૨૧ના રોજ શપથ લઈ મુખ્યમંત્રીનો હોદ્દો સંભાળ્યો હતો. તેના ૬ મહિનાની અંદર ઍટલે કે, ૪ નવેમ્બર, ૨૦૨૧ સુધી વિધાનસભાના સભ્ય બનવું જરૂરી છે અને તે બંધારણ મુજબ ફરજીયાત છે. તેમણે પોતાના માટે ભવાનીપુરની બેઠક ખાલી પણ કરાવી દીધી છે. પરંતુ તેઅો વિધાનસભાના સભ્ય ત્યારે જ બની શકે છે જ્યારે નિર્ધારિત સમયની અંદર ચૂંટણી સંભવ બને. કોરોના મહામારીના કારણે ચૂંટણી પંચે દેશની તમામ ચૂંટણીઅો સ્થગિત કરેલ છે અને ચૂંટણી પ્રક્રિયા ક્યારથી શરૂ થશે તે બાબતમાં અત્યારે આકલન કરવું મુશ્કેલ છે.
બંગાળમાં જ્યારે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કરાવવામાં આવી રહી હતી ત્યારે મોટાભાગના રાજનૈતિક પક્ષોઍ ચૂંટણી પંચ ઉપર લોકોની જાન સાથે રમવાનો આરોપ લગાવ્યો હતો. ઍવામાં હવે જ્યાં સુધી ઍ સુનિડ્ઢિત નહીં થઈ જાય કે ચૂંટણી કરાવવાથી કોઈની પણ જાનને ખતરો નથી ત્યાં સુધી ચૂંટણી થવી હાલના તબક્કે મુશ્કેલ દેખાઈ રહી છે. તેથી દાદરા નગર હવેલી લોકસભાની પેટા ચૂંટણી માટે પણ રાહ જાવી પડશે ઍવું પ્રતિત થઈ રહ્નાં છે.

Related posts

ચીખલીના દેગામ સ્‍થિત સોલાર કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં પોલીસે વધુ એકની અમદાવાદથી કરેલી ધરપકડ

vartmanpravah

વલસાડ જિલ્લા ડિઝાસ્‍ટર વિભાગ દ્વારા હવામાન ચેતવણી એલ્‍પિકેશનનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ ‘બેટી બચાવો-બેટી પઢાઓ’ સૂત્રને સાર્થક કરતી દ્રષ્‍ટિ પટેલ

vartmanpravah

રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ઉમરસાડી ખાતે રૂ. ૯.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ૧૨૬ મીટર લાંબા પેડેસ્ટલ બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું

vartmanpravah

દાદરાની સરલા પર્ફોર્મન્‍સ ફાઇબર્સ કંપનીના કર્મચારીઓએ પગાર વધારા સહિતના વિવિધ મુદ્દે જિલ્લા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

વાપીમાં નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment