Vartman Pravah
વાપી

વાપીના સલવાવ સ્વામિનારાયણ ગુરુકુળમાં આજે યુવા હિન્દુ સંમેલનનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૦૫
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે હિન્દુ ધર્મ સંમેલન યોજાયું હતું. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને વલસાડ જિલ્લાના હિન્દુ સંગઠનના અગ્રણીઅો અને કાર્યકર્તાઅો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા. આ સંમેલનમાં સમગ્ર રાજ્ય અને દેશભરમાં ચર્ચાસ્પદ ધર્માંતરણ અને લવ જેહાદ જેવા જલદ મુદ્દાઅો પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
વાપીના સલવાવ સ્વામિનારાયણ ગુરુકુળમાં રવિવારે યુવા હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને વલસાડ જિલ્લાના હિન્દુ સંગઠનના અગ્રણીઅો અને કાર્યકર્તાઅો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા. આ યુવા હિન્દુ સંમેલનમાં વર્તમાન સમયમાં સમગ્ર રાજ્ય અને દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા ધર્માંતરણ અને લવ જેહાદ જેવા જલદ મુદ્દાઅો પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા દરમિયાન હિન્દુ સંગઠનના અગ્રણીઅો, કાર્યકર્તાઓ સાથે સાધુ સંતોઍ પણ દેશ અને ધર્મના વિરુદ્ધમાં ચાલી રહેલા આવા ષડયંત્રોની સામે ઝઝૂમી અને ષડયંત્રકારીઅો અને દેશ વિરોધી તત્વોને ખુલ્લા પાડવાનુ કાર્ય ઍક મંચ પર થઈને નક્કી કરવામાં આવ્યું હતું. સાથે જ આ સંમેલનમાં હિન્દુ સંગઠનો અને સાધુ-સંતોઍ આવનાર સમયમાં હિન્દુ ધર્મની રક્ષા માટે હરસંભવ પ્રયાસ કરવાની નેમ વ્યક્ત કરી હતી. ધર્માંતરણ અને લવ જેહાદ જેવા મુદ્દે ધર્મ અને દેશ વિરોધીઅોને સંવિધાનની રીતે જડબાતોડ જવાબ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કપિલ સ્વામીજીઍ જણાવ્યુ હતું કે, આપણી હિન્દુ સંસ્કૃતિ સુરક્ષિત રહે, વાપીના હિન્દુ યુવાનો ધર્મ તરફ જાગૃત બને, કોઈપણ વિધર્મી હિન્દુ સંસ્કૃતિને નુકશાન પહોîચાડી ન શકે, વિધર્મી થકી હિન્દુ બહેન બેટી સલામત રહે ઍ જ આ સંમેલનનો ઉદેશ્ય હતો.

Related posts

દાનહ અનુ.જાતિ/જનજાતિ અધિકાર મોરચા દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ ફોટાની તપાસ માટે એસ.પી. અને કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah

વલસાડ વશીયરમાં મળસ્‍કે છોટા હાથી ટેમ્‍પો રસ્‍તા વચ્‍ચે બેઠેલ ગાયો ઉપર ફરી વળતા 3 ગાયના મોત

vartmanpravah

ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં નલ સે જલ યોજના હેઠળ કેટલાક મહિનાઓથી ચંદ્રનું ગ્રહણ લાગતા પ્રજામાં પીવાના પાણીનો કકળાટ

vartmanpravah

116 વખત બ્‍લડ ડોનેટ કરતા પારડીના સમાજ સેવક સંજય બારિયા

vartmanpravah

vartmanpravah

વલસાડના તિથલ ખાતે દરિયાઈ તટ મેરેથોન યોજાઈઃ 1191 દોડવીરો ઉત્‍સાહભેર દોડયા

vartmanpravah

Leave a Comment