Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજનમાં ગારમેન્‍ટ સ્‍ટોર્સમાં ચોરીની ઘટના: બુરખાધારી મહિલા ચોર કિંમતી ડ્રેસ ચોરતી સીસીટીવીમાં કેદ

દુકાનદારના જણાવ્‍યા મુજબ રૂા.3500 ના ડ્રેસની ચોરી થઈ છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વાપી ગુંજન વિસ્‍તારમાં આવેલ એક ગારમેન્‍ટ સ્‍ટોરમાં વિચિત્ર પ્રકારની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. રવિવારે બજારમાં ગ્રાહકોની ભીડભાડ ગુંજન બજારમાં સ્‍વાભાવિક વધારે હોય છે. આવી ભીડભાડ વચ્‍ચે ગુંજનમાં કાર્યરત એક લેડીઝ ગારમેન્‍ટ સ્‍ટોર્સમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી.
ગુંજન બજારમાં રવિવારે સાંજના એક લેડીઝ ગારમેન્‍ટ સ્‍ટોર્સમાં બુરખો પહેરી બે-ત્રણ મહિલા આવી હતી તે પૈકીની એક મહિલા ચોર પોતાની પાસે રહેલા થેલામાં કિંમતી ડ્રેસ સરકાવી દીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ રહીહતી. મહિલા ચોરને નિકળી ગયા બાદ દુકાનદારની નજર સીસીટીવીમાં ચાલી રહેલ લાઈવ ફૂટેજના દૃશ્‍યો નજરે પડયા તો બુરખાધારી મહિલા રીતસર કિંમતી ડ્રેસની ચોરી કરતી લાઈવ ઘટના કેદ થઈ હતી. દુકાનદારના જણાવ્‍યા મુજબ ચોરાયેલ ડ્રેસ 3500 રૂપિયાનો હતો. ગ્રાહકના સ્‍વાંગમાં આવી મહિલાઓ પણ ચોરી કરે છે તે ચોંકાવનારી ઘટના ગુંજન બજારના વેપારીઓ માટે પણ પદાર્થપાઠ શીખવાડી ગઈ હતી.

Related posts

વલસાડ હાઈવે હોટલ ઉપર ટેન્‍કરમાંથી પામ ઓઈલ ચોરીનું રેકેટ ઝડપાયું : ત્રણની અટક

vartmanpravah

નરોલીની આંબાવાડીમાંથી મળી આવેલ મહિલાની લાશનો ભેદ ઉકેલવા દાનહ પોલીસને મળેલી સફળતા

vartmanpravah

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગ / નિગમના ખાનગીકરણ માટે હવે ગણાતા દિવસો : ઉદ્યોગો પલાયન થવાની કગાર ઉપર

vartmanpravah

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં પ્રસુતિમાં મહિલાનું મોત નિપજતા પરિવારનો હંગામો

vartmanpravah

દીવ જિલ્લામાં 15 થી 18 વર્ષની વયજૂથના કિશોર-કિશોરીઓનું 100 ટકા થયેલું કોવિડ વેક્‍સિનેશન

vartmanpravah

ગેરકાયદેસર દુકાનમાં પ્રવેશી તોડફોડ કરનાર જમીન માલિકો જેલભેગા

vartmanpravah

Leave a Comment