Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે આવેલ પર્યટકોને આકર્ષતું સ્‍થળ ‘અજમલગઢ’

અજમલગઢ ઉપરથી ચોમાસાની ઋતુમાં કુદરતી સૌંદર્યનો અદ્‌ભૂત નજારો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.28
નવસારીથી આશરે 68 કિ.મી.ના અંતરે વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે આવેલો ‘અજમલગઢ’ સહ્યાદ્રી પર્વતમાળા દક્ષિણ પૂર્વે ઉપર તેની ઐતિહાસિક તેમજ ભૌગોલિક અને સૃષ્ટિ સૌંદર્ય કારણે અદ્‌ભૂત લાગે છે. જે દરિયાની સપાટીથી અંદાજે 1200 ફૂટ જેટલી ઉંચાઇ ધરાવે છે.
અજમલગઢ વાસ્‍તવમાં શિવાજી મહારાજનો કિલ્લો હતો. જેને અજમલખાન નામનો સિપેહસલાહ સંભાળતો હોવાથી અજમલગઢ કહેવાય છે. અજમલગઢ ઉપર છત્રપતિ શિવાજી મહારાજ મરાઠા યુગ દરમિયાન ગેરીલા પધ્‍ધતિથી ત્રાટકવા સૈન્‍ય છાવણી અર્થે ઉપયોગ કરતા, જેના અવશેષો રૂપે શિવાજીના આરાધ્‍ય દેવ શિવલીંગ તેમજ ગઢની ફરતે લંબચોરસ પથ્‍થરોથી બાંધેલાકોટના પાયા તેમજ જળષાોત અર્થેના ટાંકા તેમજ પારસી સંસ્‍કળતિના અવશેષો જોવા મળે છે.
અજમલગઢનો ઈતિહાસ મરાઠાઓ અને પારસીઓના ઐતિહાસિક વારસા સાથે સંકળાયેલો છે. ઈ.સ.15 મી સદી દરમિયાન ઈરાનમાંથી સંજાણ બંદરે ઉતરીને દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસીઓ આ ડુંગરની ધરામાં મોગલ, પોર્ટુગીઝ તેમજ ફીરંગીઓથી બચવા તેઓના પવિત્ર અગ્નિ ઈરાનશા આતશને બચાવવા માટે આ ડુંગર ઉપર આશ્રય લીધો હતો. આ દરમિયાન વાંસદાના રાજા શ્રીમંત કિર્તિદેવના શાસન દરમિયાન આશ્રય મળ્‍યો હતો.
વાંસદા તાલુકો ચોમાસાની ઋતુ દરમિયાન સૌંદર્યથી ખીલી ઉઠે છે. ચોમાસુ શરૂ થતા જ અહિંનો નજારો કંઈક જુદો જ જોવા મળે છે. કુદરતે વાંસદા તાલુકાને પ્રકળતિનો અખૂટ ખજાનો આપ્‍યો છે. સહેલાણીઓએ કુદરતી નજરો માણવો હોઈ તો અજમલગઢ જઈ આનંદ માણી શકે છે. જ્‍યાં નિરાંતે બેસીને અલૌકીક શાંતિ અને કુદરતના સાંનિધ્‍યનો અનુભવ કરી શકાય. અજમલગઢની ટોચ ઉપરથી કેલિયાડેમનો સૌંદર્ય જોતા મનને લોભાવે છે. અહીં રામજીમંદિર તથા શિવમંદિર પણ છે. શિવરાત્રિ પર્વ દરમિયાન મેળો પણ ભરાઈ છે. વાંસદાના ડુંગરાળ વિસ્‍તારમાં પ્રકળતિનો આ નજારો ધરતીના સ્‍વર્ગ સમા કાશ્‍મીરની યાદ તાજી કરાવી જાય છે. ચોમાસાની ઋતુમાંએકવાર તો અજમલઢ તો અવશ્‍ય જવું જોઇએ.

Related posts

વાપી સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં દિપોત્‍સવની ઉત્‍સાહભેર ઉજવણી

vartmanpravah

દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા પં. દીન દયાળ ઉપાધ્‍યાયની જન્‍મ જયંતિને ‘અંત્‍યોદય સંકલ્‍પ’ દિવસ તરીકે મનાવાયો

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘વિશ્વ માતૃભાષા દિવસ”ની કરવામાં આવી ઉજવણી

vartmanpravah

શીખ સમુદાયના બહાદુર બાળકોની શહાદતની યાદમાં 26 ડિસેમ્‍બરના દિવસને ‘વીર બાળ દિવસ’ જાહેર કરવા બદલ દમણ-દીવ શીખ સમાજે પીએમ મોદીનો માનેલો આભાર

vartmanpravah

દાનહમાં વન વિભાગ દ્વારા સાયક્‍લોથોન યોજાઈઃ ‘પર્યાવરણ બચાવો’નો બુલંદ બનેલો સંદેશ

vartmanpravah

દાનહમાં રખોલી પુલ નજીક એક વ્‍યક્‍તિ નદીમાં ફસાઈ જતાં કરાયો રેસ્‍ક્‍યુ

vartmanpravah

Leave a Comment