October 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં અનંત ચૌદશના દિને ગણપતિની મૂર્તિઓનું કરાયેલું વિસર્જન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28: દાદરા નગર હવેલીના સેલવાસ, રખોલી, ખાનવેલ, નરોલી, દાદરા વિસ્‍તારમાં સ્‍થાપિત ગણેશ મૂર્તિઓનુ અનંત ચૌદશના દિવસે દમણગંગા નદી કિનારે વિસર્જન કરવામાં આવ્‍યું હતું.
સેલવાસના પીપરીયા વિસ્‍તારના પીપરીયાના રાજા શ્રી સિદ્ધિ વિનાયક ગણેશ મંડળમાં મહારાષ્‍ટ્રથી વિસર્જન માટેટીમ બોલાવવામાં આવી હતી. આની સાથે સેલવાસના વિવિધ ગણેશ મંડળો દ્વારા વિસર્જન યાત્રામાં અલગ અલગ વેશભૂષા અને ડેકોરેશન કરવામાં આવ્‍યું હતું. દાનહ પોલીસ દ્વારા લોકોને અગવડ ના પડે એ માટે ચુસ્‍ત બંદોબસ્‍ત રાખવામાં આવ્‍યો હતો.
આ અવસરે વિવિધ સંસ્‍થાઓ દ્વારા ગણેશ ભક્‍તો માટે રસ્‍તા પર ઠેર-ઠેર ઠંડા પાણી અને શરબતનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. વિસર્જન યાત્રા દરમ્‍યાન કોઈને અગવડ ના પડે તેના માટે દાનહ પોલીસ દ્વારા વિવિધ સ્‍થળો પર પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો. જેની સાથે મેડિકલ ટીમ અને ફાયર વિભાગની ટીમ ખડે પગે હાજર રહી હતી. અંદાજે 400 જેટલી ગણેશ મૂર્તિઓનું વિસર્જન દમણગંગા નદીકિનારે કુત્રિમ તળાવમાં કરવામાં આવ્‍યું હતું.હતુ.

Related posts

દમણ-દાનહમાં સતત વરસી રહેલો ધોધમાર વરસાદઃ દાનહમાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યો

vartmanpravah

ભારત સરકારના સામાજીક ન્‍યાય અને અધિકારીતા મંત્રાલયના નોમેડિક અને સેમી નોમેડિક સમુદાય માટેના ડેવલપમેન્‍ટ અને વેલફેર બોર્ડના સભ્‍ય મિત્તલ પટેલે દમણની લીધેલી મુલાકાત

vartmanpravah

ઉત્તર ભારતીય લોકોનો શ્રાવણ મહિનો શરૂઃ દલવાડા સ્‍થિત વાસુકીનાથ મહાદેવ મંદિરમાં 45 દિવસીય મહાભિષેકનું આયોજન

vartmanpravah

વલસાડ ડુંગરી હાઈવે ઉપર કથિત ગૌમાસનો જથ્‍થો ભરેલા બે કન્‍ટેનર ઝડપાયા

vartmanpravah

વાપી વીઆઈએ ખાતે ટેક્‍સ રિટર્ન અંગે વેબપોર્ટલ અંતર્ગત શિબિરનું આયોજન કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લાનું ઘોરણ 10નું 65.12 ટકા પરિણામ: A1 ગ્રેડમાં 118 અને A2 ગ્રેડમાં 950 વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

Leave a Comment