Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ-દમણ-દીવમાં ચાલી રહેલા સર્વગ્રાહી કુટુંબ આરોગ્‍ય સર્વે 2023 અંગે દમણ સચિવાલયમાં યોજાયેલી પત્રકાર પરિષદ: આરોગ્‍ય સેવાઓ સુધારવા માટે શ્રેષ્ઠ નીતિ તૈયાર કરવાનો પ્રયાસઃ આરોગ્‍ય સચિવ ટી. અરૂણ

પ્રદેશના વિભાગો પાસે ઉપલબ્‍ધ ડેટામાં અસમાનતા છે, જેમાં આંગણવાડીમાં 2,000 સગર્ભા મહિલાઓનો ડેટા છે જ્‍યારે આરોગ્‍ય વિભાગ પાસે 11,000નો ડેટા છે, આ અસમાનતાને કારણે સેવાઓ અને યોજનાઓના લાભ મેળવવામાં સમસ્‍યા ઉભી થઈ રહી છે તેથી હવે સર્વગ્રાહી કુટુંબ સર્વે પછી તમામ ડેટા એક જ પોર્ટલ ઉપર ઉપલબ્‍ધ કરાવવામાં આવશે અને આ ડેટા ફત્‍ઘ્‍ પાસે સુરક્ષિત રહેશે

‘સર્વગ્રાહી કુટુંબ આરોગ્‍ય સર્વે 2023’માં માતૃ અને બાળ આરોગ્‍ય, પોષણ, ચેપી રોગો, બિનચેપી રોગો, માનસિક આરોગ્‍ય, આરોગ્‍ય સંભાળનો ઉપયોગ અને આરોગ્‍ય સુવિધાઓની લોકો સુધી પહોંચ સહિત આરોગ્‍ય સંબંધિત વિવિધ પાસાઓની વિશાળ શ્રેણીને આવરી લેવાશેઃ આરોગ્‍ય સચિવ ટી. અરુણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, 30: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશમાં સર્વગ્રાહી કુટુંબ આરોગ્‍ય સર્વેક્ષણ 2023 કાર્યક્રમનો પ્રારંભ થયો છે. આ ક્રમમાં આરોગ્‍ય સચિવ શ્રી ટી. અરૂણનીઅધ્‍યક્ષતામાં આજે દમણના સચિવાલયમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
અત્રે આયોજીત પત્રકાર પરષિદમાં આરોગ્‍ય સચિવ શ્રી ટી. અરૂણે માહિતી આપી હતી કે આ સર્વે કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં રહેતા કુટુંબોના આરોગ્‍ય અને કલ્‍યાણનું મૂલ્‍યાંકન કરવા માટે કેન્‍દ્ર શાસિત પ્રદેશ પ્રશાસનનો એક મહત્‍વપૂર્ણ પ્રયાસ છે. તેનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં વિવિધ આરોગ્‍ય સૂચકાંકો, લોકો સુધી આરોગ્‍ય સેવાઓની પહોંચ અને કેન્‍દ્ર શાસિત પ્રદેશની એકંદર આરોગ્‍ય સંભાળ સિસ્‍ટમ(પ્રણાલી) સંબંધિત વ્‍યાપક ડેટા એકત્રિત કરવાનો છે. તેમણે જણાવ્‍યું હતું કે, આ સર્વે 1 જૂનથી શરૂ થશે અને તેની પાછળ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ પ્રશાસનનો ઉદ્દેશ્‍ય કુટુંબોના આરોગ્‍યની સ્‍થિતિ વિશે સંપૂર્ણ રીતે જાગૃત રહેવાનો, આરોગ્‍ય સંબંધિત સમસ્‍યાઓની ઓળખ કરવાનો છે. આરોગ્‍ય સેવાઓ સુધારવા માટે શ્રેષ્ઠ નીતિ તૈયાર કરવાનો છે. તેના મહત્‍વને સમજાવતા, આરોગ્‍ય સચિવ શ્રી ટી. અરૂણે જણાવ્‍યું હતું કે સર્વેના પરિણામો કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં ભાવિ આરોગ્‍ય સંભાળ આયોજન અને સંસાધનોની ફાળવણી માટે મહત્‍વપૂર્ણ આધાર તરીકે કામ કરશે. ભારતમાં સૌપ્રથમ સર્વગ્રાહી કુટુંબ આરોગ્‍ય સર્વેની શરૂઆત દમણ- દીવ અને દાનહથી કરવામાં આવી રહી છે.જેમાં આયુષ્‍માન ભારત ડિજિટલ મિશન હેઠળ પ્રદેશના 2 લાખ 34 હજાર ઘરોનો સર્વે કરવામાં આવશે. દાદરા નગર હવેલી અને દમણ-દીવના આરોગ્‍ય સચિવ શ્રી ટી.અરુણે જણાવ્‍યું હતું કે આ સર્વે પબ્‍લિક હેલ્‍થ મેનેજમેન્‍ટ પોર્ટલ દ્વારા કરવામાં આવશે. તેમણે કહ્યું કે વિભાગો પાસે ઉપલબ્‍ધ ડેટામાં અસમાનતા છે. આંગણવાડીમાં 2,000 સગર્ભા મહિલાઓનો ડેટા છે ત્‍યારે આરોગ્‍ય વિભાગ પાસે 11,000નો ડેટા છે. આ અસમાનતાને કારણે સેવાઓ અને યોજનાઓના લાભ મેળવવામાં સમસ્‍યા છે. સંપૂર્ણ કુટુંબ સર્વે પછી, તમામ ડેટા એક જ પોર્ટલ ઉપર ઉપલબ્‍ધ કરાવવામાં આવશે. આ ડેટા NIC પાસે સુરક્ષિત રહેશે.
સર્વે બાદ સંઘપ્રદેશના લોકો રાષ્‍ટ્રીય કાર્યક્રમમાં જોડાશે. જેના કારણે તેમને લાભ મળી શકે છે. ફિલ્‍ડમાં આશા વર્કરોએ 34થી વધુ રજિસ્‍ટર રાખવા પડે છે, હવે તમામ ડેટા પોર્ટલ દ્વારા એક જ જગ્‍યાએ ઉપલબ્‍ધ થશે. હવે એપ દ્વારા ફેમિલી પોર્ટલ બનાવવામાં આવશે. તેમાં 14 પેરામીટર બનાવવામાં આવ્‍યા છે, જેમાં માહિતી આપવાની રહેશે. આશા અને ANL કાર્યકરો ઉપરાંત 4 હજાર સ્‍વયંસેવકોને પણ સર્વે માટે લેવામાં આવ્‍યા છે. ઉપરાંત 300 સુપરવાઈઝરની ટીમ છે. વહીવટીતંત્રના IAS અને DANICS અધિકારીઓ પણ સામેલ થશે. છેલ્લા બે દિવસથી દાદરા નગર હવેલી અને દમણ દીવના આરોગ્‍ય કાર્યકરો અને આશા કાર્યકરોને માસ્‍ટર ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. દમણ-દીવ અને દાનહ ત્રણેય જિલ્લા કલેક્‍ટરો પણ આ કામને પ્રાથમિકતા આપી રહ્યા છે. સંઘપ્રદેશમાં ચૂંટાયેલાં જનપ્રતિનિધિઓને પણ આ સર્વેમાં સહકાર આપવા માટે જણાવવામાં આવ્‍યું હોવાની માહિતી આરોગ્‍ય સચિવ શ્રી ટી.અરૂણે આપી હતી.
આ ક્રમમાં આ સર્વેની માહિતી આપતાં ડો. મેઘલ શાહે જણાવ્‍યું હતું કે, આ સર્વે અંતર્ગત સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં ટ્રેનર્સ માટેની તાલીમ શરૂ કરવામાં આવી છે. આ તાલીમના પ્રથમ તબક્કામાં, માસ્‍ટર ટ્રેનર્સ, એટલે કે પીએચસી/સીએચસી/યુપીએચસીના ચાર્જમાં રહેલા મેડિકલ ઓફિસર્સ, કોમ્‍યુનિટી હેલ્‍થ ઓફિસર્સ (સીએચઓ), સહાયક નર્સ અને મિડવાઇવ્‍સ (એએનએમ) અને આરોગ્‍ય સેવા સાથે જોડાયેલ કર્મચારીઓને સર્વે પ્રોટોકોલ, ડેટાની સંગ્રહની પદ્ધતિ, સર્વે દરમિયાન નમ્ર વર્તણૂક, સર્વેના સાધનો અને ટેક્‍નોલોજીનો ઉપયોગ અંગે ઊંડાણપૂર્વકની સૂચના અને માર્ગદર્શન આપવામાં આવશે. ત્‍યારબાદ, આ માસ્‍ટર ટ્રેનર્સ આશા વર્કરોને તાલીમ આપશે, જે સર્વે માટે નોડલ યુનિટ હશે. તેના વિશે વિગતવાર માહિતી આપતાં જણાવવામાં આવ્‍યું હતું કે સર્વે દરમિયાન એકત્રિત કરવામાં આવેલ ડેટાની ચોક્‍સાઈ,વિશ્વસનીયતા અને ગુપ્તતાની ખાતરી કરવા માટે તાલીમ કાર્યક્રમની કાળજીપૂર્વક રચના કરવામાં આવી છે. ડો. મેઘલ શાહે વધુમાં જણાવ્‍યું હતું કે, આ તાલીમ કેન્‍દ્ર શાસિત પ્રદેશ પ્રશાસન દ્વારા SEWA(સેવા) ગ્રામીણ ફાઉન્‍ડેશનના સહયોગથી યોજવામાં આવી રહી છે. આ ફાઉન્‍ડેશન પ્રદેશમાં સર્વગ્રાહી કુટુંબ આરોગ્‍ય સર્વે માટે એપનો વિકાસ અને તાલીમમાં ટેકનિકલ સહાય પણ આપી રહ્યું છે.
ડો. મેઘલ શાહે તમામ પત્રકારોને માહિતી આપતા જણાવ્‍યું હતું કે, સર્વગ્રાહી કુટુંબ આરોગ્‍ય સર્વે 2023માં દાદરા નગર હવેલી, દમણ અને દીવ એમ ત્રણેય જિલ્લાઓને કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં સામેલ કરવામાં આવશે. જેમાં માતૃ અને બાળ આરોગ્‍ય, પોષણ, ચેપી રોગો, બિનચેપી રોગો, માનસિક આરોગ્‍ય, આરોગ્‍ય સંભાળનો ઉપયોગ અને આરોગ્‍ય સુવિધાઓની લોકો સુધીની પહોંચ સહિત આરોગ્‍ય સંબંધિત પાસાઓની વિશાળ શ્રેણીને આવરી લેવાશે. સર્વે પદ્ધતિમાં સામાજિક-આર્થિક વસ્‍તીવિષયક, આરોગ્‍ય સંબંધિત માહિતી એકત્રિત કરવી અને એક સર્વગ્રાહી અહેવાલ તૈયાર કરવા માટે એકત્રિત માહિતીનું વિશ્‍લેષણ કરવાનો સમાવેશ થશે.
આ પત્રકારના પરિષદના અંતે, આરોગ્‍ય સચિવ શ્રી ટી.અરુણે પ્રેસ મીડિયા દ્વારા સામાન્‍ય જનતાને આ સર્વેમાં જરૂરી મદદ કરવા અને આ સર્વે માટે આવેલા આરોગ્‍યકર્મચારીઓ/સ્‍વયંસેવકોને આ સંબંધિત સાચી માહિતી પૂરી પાડવા વિનંતી કરી.
અત્રે યાદ રહે કે, દાદરા નગર હવેલી અને દમણ અને દીવનું કેન્‍દ્ર શાસિત પ્રદેશ વહીવટીતંત્ર સર્વગ્રાહી કુટુંબ આરોગ્‍ય સર્વે 2023ના સફળ અમલીકરણની ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ છે.

Related posts

ભાજપ ઓબીસી મોર્ચાના આસામ રાજ્‍યના પ્રભારી વિશાલભાઈ ટંડેલનું ગુવહાટી એરપોર્ટ ખાતે કરાયેલું અભિવાદન

vartmanpravah

ડીપીએલમાં શિવશક્‍તિ લાયન્‍સ ટીમનામાલિક અને સોમનાથ-એના જિ.પં.સભ્‍ય રીનાબેન હરીશભાઈ પટેલે ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરનાર ખેલાડીને સ્‍પ્‍લેન્‍ડર બાઈકનો આપેલો પુરસ્‍કાર

vartmanpravah

ઉંદર પકડવા જતા સાપ ઘરમાં સુતેલા પરિવાર પર પડતા મચી હડકંપ: જીવદયા ગ્રુપે મોડી રાત્રે સાપને શોધી પકડતા પરિવારે માન્‍યો આભાર

vartmanpravah

હાઈકોર્ટ હૂકમ અન્‍વયે વલસાડ પાલિકાની કાર્યવાહી: વલસાડમાં 20 જેટલી ચિકન-મટન શોપ ઉપર તવાઈ : પાલિકાએ નોટીસ આપ્‍યા બાદ બંધ કરાવી

vartmanpravah

કપરાડામાં 3 સ્‍કૂલોમાં આશારામ બાપુના ફોટાની પૂજા-અર્ચના કરાવા બદલ 33 શિક્ષકોને નોટીસ ફટકારાઈ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતને સ્‍વચ્‍છ અને સુંદર રાખવા પોતાનું દાયિત્‍વ નિભાવવા ગામ લોકોને સરપંચ મુકેશ ગોસાવીએ કરેલી અપીલ

vartmanpravah

Leave a Comment