(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
સેલવાસ, તા.01 : ગુજરાત બોડી બિલ્ડર્સ એસોસિએશનના ઉપક્રમે મહિલા બોડી બિલ્ડર બિનિતા કુમારીના કવિન ફિટનેશ દ્વારા દાદરા નગર હવેલીના ડોકમરડી ખાતે આવેલી ડો. એ.પી.જે. અબ્દુલ કલામ, સરકારી કોલેજના સભાખંડમાં બીજુ ગુજરાત બોડી બિલ્ડીંગ અને ફિટનેશ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતભરમાંથી બોડી બિલ્ડરોએ ભાગ લઈ પોતાના મસલ્સનું પ્રદર્શન કર્યું હતું.
આ સ્પર્ધામાં વજન હાઈટ મુજબ અન્ય કેટેગરી મુજબના રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનો એવોર્ડ તુષાર સોલંકીએ પ્રાપ્ત કર્યો હતો જ્યારે મેન્સ ફિઝીક એવોર્ડ મનોજ મૌર્ય, વુમન બોડી બિલ્ડીંગ એવોર્ડ સોનિયા કનોજિયા અને વુમન ફિઝીક એવોર્ડ રુહી પટેલે હાંસલ કર્યો હતો.
આ ઇવેન્ટમાં મુખ્ય અતિથિ તરીકે સંઘપ્રદેશ પ્રશાસનના અધિકારી શ્રી ક્રિષ્ના ચૈતન્ય, ફાઉન્ડર બિનિતા કુમારી, પ્રેસિડન્ટ ડો. પ્રશાંત મિષાી, વાઇસ પ્રેસીડન્ટ શ્રી વિકાસ પેડનેકર, શ્રી પ્યારે વર્મા, ગુજરાતથી આવેલ જજ, મહિલા અને પુરુષ બોડી બિલ્ડર સહિત બોડી બિલ્ડરના ચાહકો ઉપસ્થિત રહ્યા હતા.