November 5, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

લોકસભા ચૂંટણી – 2024ના ઉપલક્ષમાં યોજાયેલી પત્રકાર પરિષદ દાનહ કલેક્‍ટર પ્રિયાંક કિશોરે આદર્શ આચારસંહિતાના ચુસ્‍ત પાલન માટે ડિજિટલ, પ્રિન્‍ટ, સોશિયલ અને ઈલેક્‍ટ્રોનિક સહિતના તમામ મીડિયાના પ્રતિનિધિઓને કરેલી તાકિદ

ચૂંટણી દરમિયાન કોઈપણ દેશ, ધાર્મિક સમુદાય ઉપરની જાહેરાત, અશ્‍લીલતા, હિંસા ભડકાવતી, રાષ્ટ્રપતિ અને ન્‍યાયતંત્રને લગતી ટીપ્‍પણી સહિત ધાર્મિક પ્રતિષ્‍ઠાનોને દર્શાવતા પોસ્‍ટર, સૈનિક, પોલીસ જવાનોના ફોટાનો ઉપયોગ નહીં કરવા સૂચન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : લોકસભા ચૂંટણી-2024ની તારીખો જાહેર થઈ ગઈ છે ત્‍યારે આદર્શ આચારસંહિતાના ચુસ્‍ત પાલન માટે આજે દાનહ જિલ્લા કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોરે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું જેમાં ડિજિટલ, પ્રિન્‍ટ, સોશિયલ અને ઈલેક્‍ટ્રોનિક સહિતના તમામ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
દાનહ કલેક્‍ટરાલયના સભાખંડમાં આયોજીત પત્રકારોને સંબોધતા જિલ્લા કલેક્‍ટરશ્રી પ્રિયાંક કિશોરે ડિજિટલ મીડિયા, પ્રિન્‍ટ મીડિયા, ઈલેક્‍ટ્રોનિક અને સોશિયલ મીડિયામાં રાજકીય પક્ષો દ્વારા અપાતી જાહેરાતોને લગતી ગાઈડલાઈનને લઈને માહિતી આપી હતી. આ ઉપરાંત રાજકીય પક્ષો દ્વારા મીડિયામાં અપાતી જાહેરાતો સંદર્ભમાં માર્ગદર્શન આપ્‍યું હતું. જેમાં બીજા કોઈ દેશ માટેટિપ્‍પણી, ધાર્મિક સમુદાય ઉપરની જાહેરાત, અશ્‍લીલ ટિપ્‍પણી, હિંસા ભડકાવતી ટીપ્‍પણી, ભારતના રાષ્ટ્રપતિ અને ન્‍યાયતંત્રને લાગતી ટીપ્‍પણી, મંદિર, મસ્‍જિદ, ચર્ચ, ગુરુદ્વારા વગેરેને દર્શાવતા પોસ્‍ટરનો ઉપયોગ, સૈનિક, પોલીસ જવાનોના ફોટોના ઉપયોગ, વ્‍યક્‍તિગત જીવન ઉપરની ટિપ્‍પણીને લઈને માર્ગદર્શન આપ્‍યું હતું.
પત્રકારોને સંબોધતા પહેલાં દાનહ સ્‍વીપ એક્‍ટિવિટી માટેના માસ્‍કોટનું અનાવરણ કરવામાં આવ્‍યું હતું. દાનહમાં સ્‍વીપ અંતર્ગત મતદાનની જાગૃતિ કાર્યક્રમ કરીને મતદાનની ટકાવારી વધારવા પ્રયાસો કરાશે.
આ અવસરે નિવાસી નાયબ કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા, ચૂંટણી વિભાગના અધિકારીઓ અને વિવિધ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી વિસ્‍તારમાં કોંગ્રેસ-અને આપ દ્વારા ચૂંટણી પ્રચાર : રોડ અને બ્રિજ બનાવવા એ વિકાસ નથી : અનંત પટેલ

vartmanpravah

દમણના તન, મનને ડોલાવી ગઈ શ્રેયા ઘોષાલની ગાયિકી

vartmanpravah

સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ ખાતે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ટેકનિકલ સેમિનાર યોજાયો

vartmanpravah

દાનહ ઈન્‍ડિયન રિઝર્વ બટાલીયન દ્વારા રાઇઝીંગ ડે નિમિત્તે મેડિકલ અને રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

તાજેતરમાં વલસાડમાં આવેલ પૂર અસરગ્રસ્‍ત વિસ્‍તારમાં રિલાયન્‍સ ફાઉન્‍ડેશન, જિલ્લા આરોગ્‍ય વિભાગ વલસાડ અને રોટરી ક્‍લબ ઓફ વલસાડ, દ્વારા મેડીકલ કેમ્‍પ યોજાયો

vartmanpravah

દાનહ નમો મેડિકલ કોલેજમાં શૈક્ષણિક વર્ષ-2021-22 માટે પ્રવેશનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment