(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.10: ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નવસારીના નેજા હેઠળની કચેરીઓ તાલુકા કાનૂની સેવા સમિતિ, નવસારી, ગણદેવી, ચીખલી, ખેરગામ, વાંસદા અને ડાંગ જિલ્લાના આહવા, સુબીર તથા વઘઇ ખાતે કાર્યરત ન્યાયાલય સંકુલની તમામ કોર્ટો દ્વારા આગામી તા.14 સપ્ટેમ્બર-2024ના શનિવારના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ નેશનલ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશીએબલ કેસો, ઈલેકટ્રીસીટી કેસો, નાણાંની વસુલાતના કેસો,વાહન અકસ્માતના વળતરના કેસો, લેબર તકરારના કેસો, ઇલેકટ્રીસીટી તથા વોટરબીલને લગતાં કેસો, લગ્ન વિષયક કેસો, જમીન સંપાદનના કેસો, નોકરી વિષયક પગાર, ભથ્થા અને નિવૃત્તિના લાભોને લગતાં કેસો, મહેસૂલોને લગતા કેસો, અન્ય સિવિલ કેસો જેવાં કે (ભાડા, સુખાધિકારના અધિકાર, મનાઈ હુકમ, વિશિષ્ટ પાલનના દાવા વિગેરેના કેસો) તથા પ્રિ-લીટીગેશન ઉપરાંત ખોરાકીના કેસો મુકવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નવસારી તથા તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવા જણાવાયું છે.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નવસારી ફોન નંબર (02637) 243689, તાલુકા કાનૂની સેવા સમિતિ, નવસારી (02637) 245494, તાલુકા કાનૂની સેવા સમિતિ ગણદેવી (02634) 262448, તાલુકા કાનૂની સેવા સમિતિ ચીખલી (02634) 232213, તાલુકા કાનૂની સેવા સમિતિ ખેરગામ (02634) 221413, તાલુકા કાનૂની સેવા સમિતિ વાંસદા (02630) 222328, તાલુકા કાનૂની સેવા સમિતિ વઘઇ (02631) 246540, તાલુકા કાનૂની સેવા સમિતિ આહવા (02631) 220286, તાલુકા કાનૂની સેવા સમિતિ સુબીર- (9426572604) પર સંપર્ક સાધવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નવસારી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.