April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મલાવ ખાતે આરટીઓ અધિકારીએ નિયમ વિરુદ્ધ ચાલતી માટી ભરેલી બે ટ્રક સામે કરેલી કાર્યવાહી

ઉમરગામ તાલુકામાં ચાલતા ગેરકાયદેસર માટી ખનન અને નિયમના ધજીયા ઉડાવી વહન કરતાં વાહનો સામે ઠોસ પગલા ભરવાની આવશ્‍યકતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.14: ઉમરગામ તાલુકાના મલાવ ખાતે આજરોજ આરટીઓ અધિકારીઓએ બે વાહન સામે નિયમનું ઉલ્લંઘન કરી વહન કરતા હોવાથી કાર્યવાહી હાથ ધરી છે. સંજાણ તરફથી મલાવ તરફ આવી રહેલી બે ટ્રક ઉપર એનએચઆઈ (નેશનલ હાઈવે ઓથોરિટી)નું બોર્ડ મારેલું હતું. જેને આંતરી તપાસ કરતા ટેક્‍સ, પરમીટ,ઈન્‍સ્‍યોરન્‍સ જેવા કાગળો ઉપલબ્‍ધ ન હતા.
ઉમરગામ તાલુકામાં રોડ અને બ્રિજ સહિતના સરકારી પ્રોજેક્‍ટ ચાલી રહ્યા છે. અને સાથે સાથે ઠેર ઠેર પ્રાઈવેટ ડેવલપમેન્‍ટ પણ થઈ રહ્યા છે. આ કામગીરીમાં માટીપુરાણ અને પથ્‍થર કપચી વગેરેની મોટા પ્રમાણમાં જરૂરત પડી રહી છે. માટીનું ખોદકામ અને પુરાણના સ્‍થળેથી વહન કરતા મોટાભાગના વાહનો નિયમનું ઉલ્લંઘન કરીને ચાલી રહ્યા છે જેમની સામે પગલ ભરવાની આવશ્‍યકતા જણાઈ રહી છે.

Related posts

ચીખલી તાલુકાના માણેકપોર-વાંસદા રોડ પર જમીન પચાવી પાડવાની તપાસમાં મોટા માથાઓના નામો ખુલે તેવી શક્‍યતા

vartmanpravah

રિક્ષાની સીએનજી ટેન્‍કમાં દારૂનો જથ્‍થો છુપાવી લઈ જતાં ખેપિયાની મોતીવાડાથી ધરપકડ

vartmanpravah

દાનહના કેટલાક રસ્‍તાઓના રિપેરીંગ માટે રસ્‍તાઓ બંધ રાખવામાં આવશે

vartmanpravah

દમણની સાર્વજનિક શાળામાં આયોજીત બે દિવસીય ખેલ મહોત્‍સવનું સફળતાપૂર્વક સમાપન

vartmanpravah

વાપી હાઈવે શાકમાર્કેટ સામે રિક્ષા ચાલક યુવાનને ઝોંકુ આવી જતા રિક્ષા ડિવાઈડર સાથે ભટકાઈ, એકનું મોત

vartmanpravah

આજે દમણમાં થયેલ જળપ્રલયના 20 વર્ષ પૂર્ણઃ ઉદ્‌ઘાટનના માંડ 42 દિવસમાં નાની અને મોટી દમણને જોડતો નવનિર્મિત પુલ ધરાશાયી થયો હતો

vartmanpravah

Leave a Comment