(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.10 : લોકસભાની દમણ અને દીવ બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલે આજે દમણ શહેર મંડળમાં નાની દમણ જેટી ખાતે આવેલ સમુદ્ર નારાયણ ભગવાનના મંદિરમાં પૂજા-અર્ચના કરી આશીર્વાદ લઈ ડોર ટુ ડોર પ્રચાર અભિયાનની શરૂઆત કરી હતી.
શ્રી લાલુભાઈ પટેલે સમુદ્ર નારાયણ ભગવાનના મંદિરથી કાંઠા વિસ્તારના માછીમાર સમુદાયની વિવિધ શેરીમાં ડોર ટુ ડોર પ્રચાર સાથે સંપર્ક અભિયાન પણ કર્યું હતું. આપ્રસંગે શહેરના માછી સમાજ દ્વારા શ્રી લાલુભાઈ પટેલનું ઠેર ઠેર ઉમળકાભેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
આજના ચૂંટણી સંપર્ક અભિયાન દરમિયાન દમણ જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અને માછી સમાજના તેજતર્રાર ઉભરતા યુવા નેતા શ્રી કલ્પેશ સીતારામના જન્મ દિવસની કેક કાપીને ઉજવણી પણ કરવામાં આવી હતી અને ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલ તથા ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓએ જન્મ દિવસની શુભકામના પાઠવી હતી.
આજના પ્રચાર અભિયાનમાં ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલની સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયા, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્પીભાઈ દમણિયા, લોકસભા ચૂંટણીના ઈન્ચાર્જ શ્રી બી.એમ.માછી, પ્રદેશ મહિલા મોર્ચાના અધ્યક્ષ શ્રીમતી સિમ્પલબેન કાટેલા, દમણ ન.પા.ના ઉપ પ્રમુખ શ્રીમતી રશ્મીબેન હળપતિ, પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા), ભાજપ ઓ.બી.સી. મોરચાના રાષ્ટ્રીય પરિષદના સભ્ય શ્રી વિશાલભાઈ ટંડેલ, શ્રી મહેશભાઈ ટંડેલ, શ્રી પ્રમોદભાઈ દમણિયા, નગરપાલિકાના કાઉન્સિલર શ્રી ચંદ્રગીરી ટંડેલ, શ્રી આશિષ ટંડેલ(કાશી), પૂર્વ કાઉન્સિલર શ્રી અનિલભાઈ ટંડેલ, દિલીપનગર ડેવલપમેન્ટ એસોસિએશનના અધ્યક્ષ શ્રી લખમભાઈ ટંડેલ, યુવા નેતા શ્રી વિક્કી ટંડેલ, દમણ જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ અને મહિલાનેતા શ્રીમતી તરૂણાબેન પટેલની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી.