(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને દમણ બાર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમેશુક્રવારે સવારે 10:00 કલાકે દમણની કોલેજ ખાતે કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણના સભ્ય સહ-સચિવ અને સિવિલ જજ સિનિયર ડિવિઝન અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી પવન એચ. બંસોડ આ કાનૂની જાગૃતિ શિબિરની અધ્યક્ષતા કરશે અને વિદ્યાર્થીઓ માટે બનાવાયેલ એન્ટિ-રેગિંગ કાયદાના સંબંધમાં તેમને માર્ગદર્શન આપશે. આ અવરસે એડવોકેટ શ્રી નવીન શર્મા અને શ્રી મનોજ ચુડાસમા પણ શિબિરમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને કાયદા વિરોધી માહિતી આપશે. કાર્યક્રમનું સંચાલન એડવોકેટ શ્રી સંજય પટેલ કરશે.