April 29, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

લોકસભાની દાનહ બેઠક ઉપર ‘બાપ’ના દિપકભાઈ કુરાડાએ ભરેલું ઉમેદવારી પત્રક: મોટી સંખ્‍યામાં રહેલી સમર્થકો અને ટેકેદારોની ઉપસ્‍થિતિ

દાનહ બેઠકના ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરે દાદરા નગર હવેલીની જનતા સાથે દગો કરી લોકોનો તોડેલો ભરોસો અને કરેલો વિશ્વાસઘાતઃ ‘બાપ’ના ઉમેદવાર દિપકભાઈ કુરાડા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15: લોકસભાની દાદરા નગર હવેલી બેઠકના ‘ભારત આદિવાસી પાર્ટી (બાપ)’ના ઉમેદવાર શ્રી દિપકભાઈ કુરાડાએ આજે મોટી સંખ્‍યામાં સમર્થકોની હાજરી સાથે પોતાનું ઉમેદવારીપત્રક ભર્યું હતું. દાદરા નગર હવેલી બેઠક ઉપર ‘બાપ’ના શ્રી દિપકભાઈ કુરાડાએ પ્રથમ ઉમેદવારી પત્રક ભર્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલી ખાતે આદિવાસી ધારાશાષાી તરીકેની પોતાની આગવી ઓળખ ધરાવતા શ્રી દિપકભાઈ કુરાડાએ કરેલી દાવેદારીથી આ બેઠક ઉપર પ્રાથમિક અંદાજ મુજબ ત્રિ-પાંખિયો જંગ જામવાની સંભાવના દેખાઈ રહી છે. કોઈ અપક્ષ કે અન્‍ય પક્ષોની દાવેદારી આવશે તો આ બેઠક ઉપર બહુપાંખિયો જંગ પણ જામે એવી શક્‍યતાનકારાતી નથી.
આજે શ્રી દિપકભાઈ કુરાડાએ ‘બાપ’ વતીથી પોતાનું ઉમેદવારી પત્રક જમા કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્‍યું હતું કે, ભાજપના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકરે દાદરા નગર હવેલીની જનતા સાથે દગો કર્યો છે અને દાદરા નગર હવેલીના લોકોનો ભરોસો તોડીને વિશ્વાસઘાત કર્યો છે. આથી આ વખતે ભાજપના ઉમેદવારનો પરાજય નિヘતિ હોવાનું જણાવ્‍યું હતું.

Related posts

મોટી દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિના લાભાર્થે 20 નવે.ના શનિવારથી યોજાનારી શિવ કથા તથા વિરાટ રૂદ્રાક્ષ શિવલિંગ દર્શન

vartmanpravah

કપરાડા તાલુકાની આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો દ્વારા વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર અપાયું

vartmanpravah

28 મે ના શનિવારે આંબાતલાટ ખાતે આદિવાસી સાંસ્‍કળતિક સંમેલન યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં ધો. ૧૨ સાયન્સનું ૪૬.૯૨ ટકા પરિણામ

vartmanpravah

કરવડમાં ઈંટના ભઠ્ઠાની આડમાં ચાલતા જુગારધામ પર એલસીબીની રેઈડ

vartmanpravah

સામાજિક ઉત્થાન અને સદ્દભાવના કાર્યક્રમોમાં રાજ્ય સરકાર દ્વારા હંમેશા મદદરૂપ બનવાની ખાતરી આપતા મુખ્યમંત્રી

vartmanpravah

Leave a Comment