આવતા દિવસોમાં લક્ષદ્વીપ પ્રવાસન ક્ષેત્રે માલદીવ્સને પણ ટક્કર મારે એ પ્રકારના આયોજનોને પ્રશાસન દ્વારા આપવામાં આવી રહેલો આખરી ઓપ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
કવરત્તી, તા.08 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પોતાના તાબાના કેન્દ્ર શાસિત પ્રદેશો અને તેમના પ્રત્યેક જિલ્લાના સર્વાંગી સમતોલ અને ગતિશીલ વિકાસ કરવાના આગ્રહી છે. જેના કારણે તેઓ નિયત સમયે લક્ષદ્વીપ, દીવ અને દાદરા નગર હવેલીની મુલાકાતો લેતા રહે છે.
આજે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના કવરત્તી પહોંચી અધિકારીઓ સાથે લક્ષદ્વીપના વિકાસલક્ષી પ્રોજેક્ટો અને પ્રવાસન વિકાસ માટે જરૂરી ચર્ચા-વિચારણાં કરી માહિતી એકત્ર કરી હતી.
લક્ષદ્વીપના પ્રશાસક તરીકેનો અખત્યાર સંભાળ્યા બાદ શ્રી પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના લકને ચાર ચાંદ લગાવવા કોઈ કસર છોડી નથી. આવતા દિવસોમાં લક્ષદ્વીપ પ્રવાસન ક્ષેત્રે માલદીવ્સને પણ ટક્કર મારે એ પ્રકારના આયોજનોને પ્રશાસન દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.