December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સોશિયલ ગ્રુપ દ્વારા શહેરમાં વિવિધ સ્‍થળોએ પાણીની પરબ કાર્યરત કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વાતાવરણમાં ગરમીના દિવસો ચાલુ થઈ ગયા છે એવામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપી સોશ્‍યલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્‍ટના સભ્‍ય અને વાપીના સમાજ સેવક કિરણ રાવલ અને ટ્રસ્‍ટ ગ્રુપના અન્‍ય સભ્‍યો દ્વારા વાપીમાં લગભગ 4 જગ્‍યાએ ઠંડા પાણીની પરબોનું આયોજન ગત દિવસોમાં શુભ આરંભ કરવામાં આવ્‍યું છે. આ ઠંડા પાણીની પરબ આકારઝાર ગરમીની સીઝન ને ધ્‍યાનમાં રાખીને આ ઠંડા પાણીની પરબો લગભગ સતત ચાર મહિના ચાલું રહે છે. આમ આ ઠંડા પાણીની પરબનો લાભ રસ્‍તા પર જતા વટેમાર્ગુઓ તેમજ રસ્‍તા પર વેપાર કરનારા તેમજ સ્‍કૂલ, કોલેજ જતા વિદ્યાર્થીઓ લેતા રહે છે. આ ઠંડા પાણીની પરબો પર અમુક વખત મસાલા છાસનું પણ વિતરણ કરવામાં આવે છે. આમ વાપીના સમાજ સેવક કિરણ રાવલ દ્વારા ગરમીની સીઝનને ધ્‍યાનમાં રાખી દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠંડા પાણીની પરબોનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ ઠંડા પાણીની પરબો પર રોજના અંદાજિત 26 થી 27 ઠંડા પાણીના કોલરનો વપરાશ થઈ જાય છે. આમ ઠંડા પાણીની પરબો પર અમુકવાર મસાલા છાસનું પણ વિતરણ કરવામાં આવે છે. આમ વાપી તેમજ આજુબાજુના વિસ્‍તારમાં લાગેલી ઠંડા પાણીની પરબો લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે. આ પરબનો લાભ રોજના હજારો લોકો લઈ રહ્યા છે અને તરસ્‍યા માણસો આ પરબનું ઠંડુ પાણી પીને રાહત અનુભવી રહ્યા છે. આમ કિરણ રાવલ દ્વારા આ એક ખૂબ જ ઉત્તમ સમાજ સેવાનું કાર્ય માની શકાય.

Related posts

ઉમરગામની માણેક સોસાયટી સામે પાલિકાએ કરેલી લાલ આંખ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ટ્‍વીટ કરી ભારતીય સશસ્ત્ર દળના જનરલ બિપીન રાવતના અકાળે થયેલા અવસાનની વ્‍યક્‍ત કરેલી દુઃખની લાગણી

vartmanpravah

ધરમપુરમાં હજારો આદિવાસીઓએ જિ.પં. તથા તા.પં.ના સભ્‍યોની મૈયત સાથે પ્રતિક ઠાઠડી કાઢી

vartmanpravah

વલસાડ જિલ્લા પંચાયત દ્વારા પરિયા પંચાયત ઓફિસને ફર્નિચર માટે એક લાખ ગ્રાન્‍ટની ફાળવણી

vartmanpravah

આકરા ઉનાળા વચ્‍ચે વાપી સહિત વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ : કેરી પાક ઉપર આડ અસર થશે

vartmanpravah

વાપી વૈશાલી ચાર રસ્‍તાથી છીરી રોડ સુધી ટ્રાફિકને નડતર દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરાઈ

vartmanpravah

Leave a Comment