Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

25-નવસારી સંસદીય મતવિસ્‍તાર માટે 35 નામાંકન રજૂ કરાયા: નામાંકનના અંતિમ દિને 24 નામાંકન રજૂ કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.19: આજરોજ 25-નવસારી સંસદીય મતદાર વિભાગ માટે ઉમેદવારી પત્રો રજૂ થયેલ છે. જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મળેલ માહિતી અનુસાર આજરોજ નવસારી જિલ્લામાં અપક્ષ ઉમેદવાર દ્વારા-06, ગુજરાત પક્ષના ઉમેદવાર દ્વારા-01, ભારતીય બહુજન પાર્ટી દ્વારા-05, સોશિયલ ડેમોક્રેટીક પાર્ટી ઓફ ઈન્‍ડિયા દ્વારા-01, ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટી દ્વારા-06, બહુજન મુક્‍તિ પાર્ટી દ્વારા-01, અખિલ ભારતીય સેના દ્વારા-01, લોગ પાર્ટી દ્વારા 01 અને સ્‍વતંત્ર ભારત સત્‍યાગ્રહ પાર્ટી દ્વારા 02 ઉમેદવારી પત્ર ભરી જમા કરવામાં આવ્‍યા છે. આમ, આજરોજ 25-નવસારી સંસદીય મતદાર વિભાગ માટે આજ રોજ કુલ-24 નામાંકન રજૂ કરાયા છે.
નોંધનીય છે કે, ગુજરાત રાજ્‍યમાં આગામી લોકસભા ચૂંટણી-2024ની ઉમેદવારી નોંધાવવાની શરૂઆત ગત તા.12-04-2024 થી થઈ હતી જેનો આજે અંતિમ દિવસ હતો. 25-નવસારી સંસદીય મતદાર વિભાગ માટે તા.12 એપ્રિલ થી લઈ 19મી એપ્રિલ સુધીના નામાંકનની પ્રક્રિયા દરમિયાન કુલ-35 નામાંકન રજૂ કરાયા છે.
વિગતવાર જોઈએ તો, તા.15-04-2024નારોજ સોશ્‍યાલિસ્‍ટ યુનિટી સેન્‍ટર ઓફ ઈન્‍ડિયા (કમ્‍યુનિસ્‍ટ) પક્ષના પ્રતિનિધિ અને ઉધના સુરતના રહેવાસી શ્રી કનુભાઇ ટપુભાઇ ખડદિયા દ્વારા બે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્‍યા હતા. તથા અપક્ષ ઉમેદવાર અને પારડી, વલસાડના રહેવાસી શ્રી નવીનકુમાર પટેલ દ્વારા એક ઉમેદવારી પત્ર ભરાયું હતું.
તા.16-04-2024ના રોજ અપક્ષ ઉમેદવાર અને જલાલપોર, નવસારીના રહેવાસી શ્રી ચેતનકુમાર ઈશ્વરભાઈ કહાર દ્વારા એક ઉમેદવારી પત્ર ભરવામાં આવ્‍યું હતું.
તા. 18-04-2024ના રોજ અપક્ષ ઉમેદવાર અને ઉધના સુરતના રહેવાસી શ્રી કિરિટભાઇ લાલુભાઈ સુરતી દ્વારા એક ઉમેદવારી પત્ર, બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર અને વડોદ ગામ, સુરતના રહેવાસી શ્રી મલખાન રામકિશોર વર્મા દ્વારા બે ઉમેદવારી પત્રો, ભારતીય બહુજન કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અને ઉધના, સુરતના રહેવાસી શ્રી વિજયભાઇ દામજીભાઇ ઠુંમર દ્વારા એક ઉમેદવારી પત્ર, તથા બહુજન રિપબ્‍લિકન સોસાયટી પાર્ટીના ઉમેદવાર સંગ્રામપુર, સુરતના રહેવાસી કિશોરભાઇ ચંદુલાલ રાણા દ્વારા એક ઉમેદવારી પત્ર ભરાયું હતું.
આજરોજ નામાંકનના અંતિમ દિને અપક્ષ ઉમેદવાર અને લિંબાયત, સુરતના રહેવાસી સૈયદ મેહમુદ દ્વારા એક, અપક્ષ ઉમેદવાર અને આંજણા સુરતના રહેવાસી શેખ હમીદ દ્વારા એક, અપક્ષ ઉમેદવાર અને પુણા સુરતનારહેવાસી સુમનબેન રવીભાઈ ખુશવાહ દ્વારા એક ઉમેદવારી પત્ર ભરવામાં આવ્‍યું છે.
આ સાથે ગુજરાત પક્ષના પ્રતિનિધી જલાલપોર નવસારીના રહેવાસી શ્રી ચેતનકુમાર ઇશ્વરભાઇ કહાર દ્વારા એક ઉમેદવારી પત્ર ભરવામાં આવ્‍યું છે.
ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધી અને જલાલપોર, નવસારીના રહેવાસી શ્રી ચંદ્રકાંત રઘુનાથ પાટીલ દ્વારા ચાર તથા ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધી શ્રી અશ્વિનભાઈ મગનભાઈ પટેલ, ચીખલીના રહેવાસી દ્વારા એક ઉમેદવારી પત્ર ભરવામાં આવ્‍યું છે. સોશિયલ ડેમોક્રેટીક પાર્ટી ઓફ ઈન્‍ડિયાના પ્રતિનિધી શ્રી કાદિર મહેબુબ સૈયદ, રસીદ મુલ્લાની વાડી, નવસારીના રહેવાસી દ્વારા એક ઉમેદવારી પત્ર ભરવામાં આવ્‍યું છે.
ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના શ્રી નૈષધભાઈ ભૂપતભાઇ દેસાઈ, રહેવાસી ભટાર સુરત દ્વારા ચાર ઉમેદવારી પત્ર ભરવામાં આવ્‍યા છે. બહુજન સમાજ મુક્‍તિ પાર્ટીના પ્રતિનિધિ શ્રી રાજુ ભીમરાવ વરદે, રહેવાસી ગોળાદરા, સુરત દ્વારા એક ઉમેદવારી પત્ર ભરવામાં આવ્‍યું છે. ઈન્‍ડીયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના પ્રતિનિધિ શ્રી શૈલેષકુમાર નગીનભાઈ પટેલ, રહેવાસી ચીખલી નવસારી દ્વારા બે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્‍યા છે.
સોશિયલ ડેમોક્રેડિક પાર્ટી ઓફ ઈન્‍ડિયાના પ્રતિનિધિ શ્રી મુનાફભાઇ ગનીભાઈ વોરા, રહેવાસી આંજણ, સુરત દ્વારા એક ઉમેદવારીપત્ર ભરવામાં આવ્‍યું છે. અખીલ ભારતીય સેનાના પ્રતિનિધિ શ્રી ચંદનસિંહ શિવબનસિંહ ઠાકુર, રહેવાસી-ભેસ્‍તાન, સુરત દ્વારા એક ઉમેદવારી પત્ર ભરવામાં આવ્‍યું છે.
અપક્ષ ઉમેદવારશ્રી વિનયકુમાર ભરતભાઇ પટેલ, વિજલપોર, નવસારીના રહેવાસી દ્વારા એક ઉમેદવારી પત્ર ભરવામાં આવ્‍યું છે. લોગ પાર્ટીના શ્રી રમઝાન ભીલુભાઇ મન્‍સુરી, ભેસ્‍તાન, સુરતના રહેવાસી દ્વારા એક ઉમેદવારી પત્ર ભરવામાં આવ્‍યું છે. ગરીબ કલ્‍યાણ પક્ષના પ્રતિનિધી શ્રી મોહમ્‍મદ હનીફ શાહ, રહેવાસી ભેસ્‍તાન, સુરત દ્વારા એક ઉમેદવારી પત્ર ભરવામાં આવ્‍યું છે. અપક્ષ ઉમેદવારશ્રી કાઝી અયાઝ હસરૂદિન, ઉધના, સુરતના રહેવાસી દ્વારા એક ઉમેદવારી પત્ર ભરવામાં આવ્‍યું છે.
અપક્ષ ઉમેદવારશ્રી મોહમ્‍મદ નિશાર શેખ યુનુસ શેખ, ઉધના, સુરતના રહેવાસી દ્વારા એક ઉમેદવારી પત્ર ભરવામાં આવ્‍યું છે. સ્‍વતંત્ર ભારત સત્‍યાગ્રહ પાર્ટીના ઉમેદવારશ્રી સંતોષ અવધૂત સુરવાડે, ડીંડોલી,સુરતના રહેવાસી દ્વારા એક ઉમેદવારી પત્ર ભરવામાં આવ્‍યું છે. અને સ્‍વતંત્ર ભારત સત્‍યાગ્રહ પાર્ટીના ઉમેદવારશ્રી બાગલે બાલકળષ્‍ણ લવેશ, ઉધના, સુરતના રહેવાસી દ્વારા એક ઉમેદવારી પત્ર ભરવામાં આવ્‍યું છે.
નોંધનીય છે કે, ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી તા.20/04/2024ના રોજ સવારના 11.00 વાગ્‍યાથી સબંધિત ચૂંટણીઅધિકારીની કચેરી ખાતે હાથ ધરવામાં આવશે અને તા.22/04/2024ના બપોરના 3.00 કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચી શકાશે. એટલે કે આગામી તારીખ 22 એપ્રિલના સાંજે ઉમેદવારોનું ચિત્ર સ્‍પષ્ટ થશે.

Related posts

અતુલ કન્‍યાશાળામાં 250 જેટલી કન્‍યાઓને આર્મર માર્શલ આર્ટસની ટ્રેનિંગ આપવામાં આવી

vartmanpravah

કપરાડાના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીની મંત્રી તરીકે તાજપોશી થતાં જિલ્લા ભાજપમાં આનંદો

vartmanpravah

દાનહઃ ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત ફલાંડીમાં વિશેષ શિક્ષણ શિબિર યોજાઈ

vartmanpravah

સેલવાસના મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા નિકળેલી કાવડ યાત્રા

vartmanpravah

વલસાડ અને ધરમપુરમાં કિસાન દિવસ અંતર્ગત ખેડૂત તાલીમ શિબિર યોજાઈ : 233 ખેડૂતોએ લાભ લીધો

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને શ્રી સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા હિન્‍દી દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment