October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર સિનીયર સીટીઝન ગ્રુપનો 13મા વર્ષમાં મંગળ પ્રવેશ: વાર્ષિક સામાન્ય સભા યોજાઈઃ પ્રમુખ તરીકે રમેશભાઈ સોજીત્રાની નિમણૂક કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર સીનીયર સીટીઝન ગ્રુપ વાપી 12 વર્ષ પૂર્ણ કરી 13મા વર્ષમાં પ્રવેશ કરતા લાયન્‍સ ઉપાસના હોલમાં વાર્ષિક મીટીંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મુખ્‍ય મહેમાન તરીકે રાજ્‍યના નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહ્યા હતા.જ્‍યારે અતિથિ વિશેષ તરીકે શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવના પૂ. શ્રી રામસ્‍વામીજી, રિટાયર ડી.વાય.એસ.પી. શ્રી આર.ડી. ફળદુ, વાપી શહેર ભાજપ પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ ઉપાધ્‍યક્ષ શ્રી અંબાલાલ બાબરીયા, વાપી નોટિફાઈડ ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મંડળ દ્વારા વિવિધ કાર્યોના અહેવાલ તેમજ આગામી આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ મા કાર્ડ તેમજ સિનીયર સીટીઝન કાર્ડના મળતા લાભો વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ કાર્યકર્તાઓનું વિશિષ્‍ટ કાર્ય કરવા બદલ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત જળ પ્રલય પીડિતો માટે સિનીયર સીટીઝન દાન એકત્રિત કરી સ્‍વામીજીને આપવામાં આવ્‍યું હતું.
સમગ્ર કાર્યક્રમ ચેરમેન શ્રી ઝવેરભાઈ પટેલ, પ્રમુખ શ્રી ભરતભાઈ પંડયા, મંત્રી શ્રી પ્રફુલભાઈ મહેતા તથા તેમની ટીમ દ્વારા સફળ આયોજન કરવામાં આવ્‍યો હતો. જ્‍યારે નવા પ્રમુખ તરીકે શ્રી રમેશભાઈ સોજીત્રાની સર્વાનુમત્તે નિમણૂંક કરવામાં આવી હતી.

Related posts

દમણમાં આનંદ ઉત્‍સાહ અને ઉમંગ સાથે સાદગીપૂર્ણ રીતે ગાંધી જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

સરીગામ યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સ્‍વ. કમલાશંકર રાયની 19 મી પુણ્‍યતિથિ નિમિત્તે રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

વાપીમાં 17મી ડિસેમ્‍બરે જે.સી.આઈ. દ્વારા ‘‘વુમેથોન” ફિમેલ નાઈટ મેરેથોન યોજાશે

vartmanpravah

દાદરા નગર હવેલીમાં મોડી સાંજે પવનના સૂસવાટા સાથે વરસેલો વરસાદઃ લોકોએ ગરમીથી લીધેલો રાહતનો શ્વાસ

vartmanpravah

દમણની સરકારી કોલેજમાં હિન્‍દી અને ગુજરાતી વિભાગ દ્વારા સંયુક્‍ત રીતે આયોજીત હિન્‍દી પખવાડાનું સમાપન

vartmanpravah

વલસાડના દાંડીની ટંડેલ સાર્વજનિક હાઈસ્કૂલમાં ‘‘જીવન કૌશલ્ય’’ સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment