(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.08: નવરાત્રીના શુભ અવસર પર દૈવી ઊર્જાનો સ્વીકાર કરી દેવી દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં નવરાત્રી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 1 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ ગરબાના પોશાકમાં સજ્જ હતા અને એ પોશાકમાં સુંદર દેખાઈ રહ્યા હતાં.
કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્યશ્રી અનુપમ ઉપાધ્યાય, શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓએ જગદંબા માતાની આરતી ઉતારી કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગરબાના ગીતોની ધૂન સાથે વિવિધ શૈલીમાં ગરબાનો આનંદ માણ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમ શાળાનાઆચાર્યશ્રી અનુપમ ઉપાધ્યાયનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. આચાર્યએ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને નવરાત્રી પર્વની શુભકામના પાઠવી હતી.
