December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજનમાંથી ફોન સ્‍નેચિંગ કરતા બે લબર મુછીયા ઝડપાયા : મોપેડ અને ત્રણ મોબાઈલ પોલીસે જપ્ત કર્યો

આરોપી અકરમ હુસેન ઉર્ફે બદ્દામ રમજાનઅલી રહે.લવાછા, સલમાન (સલ્લુ) મુસ્‍તકીમ નાની તંબાડીની ધરપકડ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વાપી જીઆઈડીસી વિસ્‍તારમાં રાહદારીઓ પાસેથી વાત કરતા હોય તેવા સમયે મોબાઈલ સ્‍નેચિંગ કરી મોપેડ ઉપર ફરાર થઈ જતા હોવાની ફરિયાદ બાદ જીઆઈડીસી પોલીસે બે લબરમુછીયા યુવકોને ત્રણ મોબાઈલ ફોન અને મોપેડ સાથે મોરારજી સર્કલ ગુંજન પાસેથી દબોચી લઈ જેલ ભેગો કર્યો હતો.
ભડકમોરાવાપી રહેતા કંપનીમાં નોકરી કરતા નિખિલસિંગ પ્રેમશંકરસિંગ ગત બુધવારે નોકરી ઉપર જઈ રહેલ ત્‍યારે માતા સાથે મોબાઈલથી થર્ડ ફેઝ રોડ હનુમાન મંદિર પાસે વાત કરતા હતા ત્‍યારે બે યુવાનો મોપેડ ઉપર આવી ફોન ઝુંટવીને ફરાર થઈ ગયા હતા. આ અંગે નિખિલસિંગએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જીઆઈડીસી પોલીસ હરીશ કમરૂલને મળેલી બાતમી આધારે મોરારજી સર્કલ પાસે ગુંજનથી અકરમ હુસેન ઉર્ફે બદ્દામ રમજાન અલી રહે.લવાછા કિશનની ચાલી અને સલમાન ઉર્ફે સલ્લુ મુસ્‍તકીમ રહે.નાની તંબાડી એટી ફળીયા ઈશ્વરભાઈની ચાલને નંબર પ્‍લેટ વગરની મોપેડ સાથે ઝડપી પાડયા હતા. પોલીસે ત્રણ મોબાઈલ મોપેડ મળી 99999 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Related posts

ફાયર એન.ઓ.સી. પરિપત્ર બાદ વાપી નગર પાલિકાના અધિકારીઓને શૂરાતન ચઢયું : નોટિસ વગર મિલકતો સીલ કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી કપરાડાના કુંભઘાટનું ધોવાણઃ વાહન ચાલકો પરેશાન

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા વાંસદા આઈ હોસ્‍પિટલમાં 41 નિઃશુલ્‍ક મોતિયા બિંદ ઓપરેશન કરાયા

vartmanpravah

સેન્‍ટર ફોર લર્નિંગ રીસોર્સિસ પૂણેના સહયોગથી દાનહમાં શિક્ષણ વિભાગ દ્વારા સામર્થ્‍ય પહેલ હેઠળ ‘એન્‍હાસ યોર ઈંગ્‍લીશ આઇ’ કાર્યક્રમનો કરાયેલો શુભારંભ

vartmanpravah

કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણમાં આંબાની ખેતી સાથે જોડાયેલા ખેડૂતોએ તકેદારી રાખવી

vartmanpravah

વલસાડના મોપેડ સવારને પારડી ખાતે અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારી

vartmanpravah

Leave a Comment