દરરોજ બપોરે 2 થી 4 કલાક દરમિયાન નિષ્ણાંત તબીબો અલગ અલગ વારે સેવા આપશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.27: વાપી હાઈવે સલવાવમાં આવેલ શ્રી બાપા સિતારામ સનાતન સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત આશ્રમમાં નિઃશુલ્ક દવાખાનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આશ્રમમાં દરરોજ બપોરે 2 થી 4 કલાક દરમિયાન દર્દીઓને તપાસવામાં આવશે તેમજ અલગ અલગ વારે નિષ્ણાંત તબીબો નિઃશુલ્ક સેવા આપશે.
સલવાવ શ્રી બાપા સિતારામ આશ્રમમાં કાર્યરત કરાયેલ નિઃશુલ્ક દવાખાનાનો સમય બપોરે 2 થી 4 કલાક દરમિયાન છે. નિષ્ણાંત તબીબો જે સેવા આપનાર છે તેમાં આર્થોપેડીક (હાડકા નિષ્ણાંત) મહિનામાં 2 વખત પીડિયાટ્રિશન (બાળકોના નિષ્ણાંત)અઠવાડીયામાં બે વખત, જનરલ સર્જન પ્રત્યેક શનિવારે તથા ગાયનેકોલોજી (ષાી રોગ નિષ્ણાંત) મહિનાના દરેક ગુરૂવારે, ગેસ્ટે એન્ટ્રોલોજી (પેટના રોગ નિષ્ણાંત) મહિનામાં બીજા બુધવારે, ડેન્ટલ સર્જન (દાંત નિષ્ણાંત) સોમ, બુધ અને શનિવાર તથા આંખના નિષ્ણાંત અઠવાડીયામાં એકવાર સેવા આપશે. સેવા લેવા ઈચ્છનાર દર્દીઓએ નિષ્ણાંતો માટે ડોક્ટરનો દિવસ અને સમય અગાઉથી મોબાઈલથી સંપર્ક કરવો પડશે. મો.નં.99788 77945 તથા 98790 24750 છે.