Vartman Pravah
Breaking Newsદમણ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને પહેલથી

દમણ જિલ્લાની તમામ 14 ગ્રામ પંચાયતોમાં વર્મી કમ્‍પોસ્‍ટ તૈયાર કરવાની પ્રક્રિયાનો આરંભ
પેટાઃ
દમણ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી આશિષ મોહન અને બીડીઓ પ્રેમજી મકવાણાએ અંગત રસ લઈ તમામ સરપંચો અને પંચાયતના સેક્રેટરીઓને આપેલું પ્રોત્‍સાહન
પેટાઃ
દમણ જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં જૈવિક ખેતી તરફ લોકોનું વધવાનું આકર્ષણ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 21
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને પહેલથી દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં વર્મીકમ્‍પોસ્‍ટ બનાવવાનો આરંભ કરાયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણવાડા ગૃપ ગ્રામ પંચાયતે તૌકતે વાવાઝોડા દરમિયાન મોટાપાયે પડેલા પાંદડા, ઝાડ, ડાખળી વગેરેનો ઉપયોગ કરી વર્મીકમ્‍પોસ્‍ટ બનાવવાનું આયોજન કર્યું હતું અને પંચાયતે નિર્ધારિત કરેલ સાઈટ ઉપર વર્મીકમ્‍પોસ્‍ટ માટેનીતૈયાર પીઠ લગાવવામાં આવી હતી અને દમણવાડા ગૃપ ગ્રામ પંચાયતે સફળતાપૂર્વક વર્મીકમ્‍પોસ્‍ટ ખાતર પણ તૈયાર કર્યું હતું અને આ પ્રક્રિયા નિરંતર ચાલુ પણ છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલ ઉપર જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન અને બીડીઓ શ્રી પ્રેમજીભાઈ મકવાણાએ અંગત રસ લઈ તમામ પંચાયતોને પોતાના વિસ્‍તારમાં પડેલા પાંદડા, છાણ અને અન્‍ય કચરાનો ઉપયોગ કરી વર્મીકમ્‍પોસ્‍ટ માટે પ્રેરિત કર્યા હતા. આજે દમણ જિલ્લાની તમામ 14 પંચાયતોમાં વર્મીકમ્‍પોસ્‍ટના ઉત્‍પાદન માટેની શરૂઆત થતાં દમણ જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં હવે લોકો જૈવિક ખેતી તરફ પણ વળી શકે એવું વાતાવરણ બની રહ્યું છે.

Related posts

દાનહ જિલ્લા અને સેશન જજશ્રીએ મહિલાઓની જાતીય સતામણી આંતરિક ફરિયાદ સમિતિનું કર્યું ગઠન

vartmanpravah

દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા 74મા ‘બંધારણ દિવસ’ને મનાવાયો

vartmanpravah

દાનહના નરોલીમાં ટેન્‍કર અને કન્‍ટેનર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

ગાંધીનગરમાં યોજાયેલ દેશની પ્રથમ યુવા મોડેલ એસેમ્‍બલીમાં વાંસદાના વિદ્યાર્થીએ ભાગ લીધો

vartmanpravah

દાનહના લુહારી ખાતે ‘મોન્‍સૂન મેડલી ફેસ્‍ટીવલ’નું એસ.પી. રાજેન્‍દ્ર પ્રસાદ મીણાના હસ્‍તે કરાયેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

મનિષ દેસાઈની જગ્‍યાએ દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના મહામંત્રી બનતાં સુનિલ પાટીલ

vartmanpravah

Leave a Comment