Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

નવસારી જિલ્લા પંચાયતના બાંધકામ અધ્‍યક્ષે ઘેજ-બીડમાં વાડખાડી સ્‍થિત ડૂબાઉ પુલ અને નવીનીકરણ થઈ રહેલા મોટા ડુંભરીયાના મુખ્‍યમાર્ગનું નિરીક્ષણ કરી જન માહિતી મેળવી ગુણવત્તા જાળવવા સાથે સમયસર કામ પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.04
ઘેજ-બીડથી ખેરગામ રોડને જોડતા માર્ગ સ્‍થિત વાડખાડી ઉપરના લો-લેવલના માઇનોર બ્રિજ ઉપર ચોમાસામાં વધુ વરસાદના સમયે પાણી ફરી વળતા માર્ગ પરનો વાહન વ્‍યવહાર અટકી જતો હોય છે અને આ માર્ગ આ વિસ્‍તારના લોકો માટે જીવાદોરી સમન હોય પૂરતી ઊંચાઈ વાળા નવા પુલના નિર્માણ માટે સ્‍થાનિકો ઘણા સમયથી માંગ કરી રહ્યા છે.
જેને લઈને આજરોજ બાંધકામ સમિતિના અધ્‍યક્ષદિપાબેન પટેલ, કારોબારી અધ્‍યક્ષ શ્રી ધર્મેશભાઈ પટેલ, ભાજપના આગેવાન અને એપીએમસી ચેરમેન કિશોરભાઈ શક્‍તિ કેન્‍દ્રના પ્રમુખ અને પૂર્વ સરપંચ શ્રી વિનોદભાઈ, ગણદેવી સુગરના પૂર્વ ડિરેકટર શ્રી ચેતનભાઈ બીડના અગ્રણી શ્રી ભુપતભાઈ સહિતનાઓ સાથે વાડખાડીના ડૂબાઉ પુલનું નિરીક્ષણ કરી નવા પુલના નિર્માણ માટે માર્ગ મકાન વિભાગ પાસે જરૂરી દરખાસ્‍ત કરી આગળની કાર્યવાહી માટે હૈયાધરપત આપી હતી.
આ ઉપરાંત અધ્‍યક્ષ દિપાબેન પટેલે ઘેજ મોટા ડુંભરીયામાં નવીનીકરણ થઈ રહેલા મુખ્‍યમાર્ગની પણ મુલાકાત લઈ નિરીક્ષણ કરી કામમાં ગુણવત્તા જાળવવા અને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરાવવા માર્ગ મકાન વિભાગના ઇજનેરોને તાકીદ કરી હતી.ઉપરોક્‍ત માર્ગનું નવીનીકરણનું કામ લાંબા સમયથી મંથર ગતિએ ચાલી રહ્યું છે અને જેને પગલે સ્‍થનિકોએ હાલાકી વેઠવી પડી રહી છે. જે અંગેની રજૂઆતને પગલે બાંધકામ અધ્‍યક્ષ દિપાબેન અને કારોબારી અધ્‍યક્ષ શ્રી ધર્મેશભાઈ સહિતનાઓએ સ્‍થળ મુલાકાત કરી કામ ઝડપભેર પૂર્ણ થાય તે માટે સૂચના આપી હતી.

Related posts

નારગોલ મરીન પોલીસ સ્‍ટેશનનો કોન્‍સ્‍ટેબલ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો

vartmanpravah

વાપી એલ.જી. હરિયા સ્‍કૂલની વિદ્યાર્થીનીએ ‘પોસ્‍ટર નિર્માણ’ સ્‍પર્ધામાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

વલસાડ વિધાનસભાની પાંચ બેઠકો માટે ભાજપ નિરીક્ષકોએ કાર્યકરોની સેન્‍સ લીધી

vartmanpravah

મોપેડ સવાર દંપતીને પારડી સર્વિસ રોડ પર નડેલો અકસ્માતઃ પત્નીનું કરુણ મોત, પતિનો ચમત્કારિક બચાવ

vartmanpravah

દમણવાડાના પ્રાચીન સ્‍વયંભૂ પ્રગટ સોપાની માતા મંદિરના પટાંગણમાં ભવ્‍ય કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પારડી તરમાલીયા કથામાં પોલીસ ત્રાટકી : ચાર આયોજકોની અટક કરી

vartmanpravah

Leave a Comment