ઝી લર્નના વિકસતા વિઝનને પ્રતિબિંબિત કરતા માઉન્ટ લિટેરા ઝી સ્કૂલના નવા લોગોનું કરાયેલું અનાવરણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી ખાતે આવેલી માઉન્ટ લિટેરા ઝી સ્કૂલને ઝી લર્ન દ્વારા આયોજિત ‘‘લિટરેવર્સ 2.0” ઇવેન્ટમાં ગર્વથી ટ્રેલબ્લેઝર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ભવ્ય કાર્યક્રમ 7મી ડિસેમ્બર 2024ના રોજ જે.ડબ્લ્યુ., મેરિયોટ, જુહુ- મુંબઈ ખાતે યોજાયો હતો.
માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ, નરોલીના ચેરમેન શ્રી દિવ્યાંગસિંહ ચૌહાણે સમગ્ર MLZS નરોલી પરિવાર વતી પ્રતિષ્ઠિત એવોર્ડ સ્વીકાર્યો હતો. તેમણે શિક્ષણ, નવીનતા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં શાળાની શ્રેષ્ઠતાનો સ્વીકાર કર્યો હતો.
ઝી લર્ન દ્વારા મુંબઈ ખાતે આયોજીત કાર્યક્રમમાં માઉન્ટલિટેરા ઝી સ્કૂલના નવા લોગોનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું, જે ઝી લર્નના વિકસતા વિઝનને પ્રતિબિંબિત કરે છે. વધુમાં, Zee Learn એ Litera Nova નામનો એક નવીન અને વ્યાપક સર્વગ્રાહી શિક્ષણ કાર્યક્રમ પણ શરૂ કર્યો છે. જેનો હેતુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક અનુભવને સમૃદ્ધ બનાવવા અને તેમના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરવાનો છે.
આ સન્માન માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ, નરોલીની ભાવિ તૈયાર યુવાપેઢીને પ્રેરિત કરવા અને શિક્ષણ ક્ષેત્રે તેમની નેતૃત્વની સ્થિતિને મજબૂત બનાવવાની અતૂટ પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે.