January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં એગ્રી સ્‍ટેકનું સર્વર ડાઉન થતાં નોંધણી માટે ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા સાથે ધક્કા ખાવાની નોબત આવતા ભારે રોષ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.21: પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ ના લાભાર્થી ખેડૂતો માટે સરકાર દ્વારા આધાર કાર્ડ સાથે જમીનના ખાતાનંબર બ્‍લોક નંબરો સાથેની એગ્રી સ્‍ટેક પોર્ટલ પર નોંધણી કરાવવાનું ફરજિયાત કરાતા અને જેમાં સમય મર્યાદા પણ નક્કી કરી દેવાતા હાલે ગામે ગામ ગ્રામ પંચાયતો, સસ્‍તા અનાજની દુકાનો પર ખેડૂતોનો વહેલી સવારથી જ ઘસારો જોવા મળી રહ્યો છે. ખેડૂતો નોંધણી ન કરાવે તો પીએમ કિસાન સન્‍માન નિધિ ના હપ્તા ન મળે તેમ હોય ખેડૂતો આ માટે લાઈનમાં ઊભા રહેતા હોય છે તો બીજી તરફ ખેડૂતોની નોંધણી માટે એગ્રી સ્‍ટેક પોર્ટલ સર્વર ડાઉન થવાના કારણે કાચબા ગતિએ ચાલતા ખેડૂતોને કલાકોના કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની નોબત આવી છે અને લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ ન થાય તો પોતાનો કામ ધંધો રોજગાર બગાડી બીજા દિવસે ફરી જવું પડતું હોય છે. વધુમાં મહિલા ખેડૂતોએ પિયરમાં જઈ નોંધણી કરાવવાની હોય તેવામાં ધક્કા ખાવાની સ્‍થિતિ આવતી હોય ત્‍યારે રોષ ફેલાય એ સ્‍વાભાવિક છે.

સરકાર દ્વારા આદેશ તો કરાય છે પણ વ્‍યવસ્‍થા ન કરાતા લોકો ત્રાહિમામ્‌
સરકારના અવારનવારના તધલખી ફરમાનથી ખેડૂતો, આમપ્રજા રીતસરની પીસાઈ રહી છે. લોકો હજુ રેશનકાર્ડમાં કેવાયસી કરાવવામાંથી નવરા પડ્‍યા નહીં. એટલામાં પીએમ કિસાન સન્‍માન નિધિ જેવી ખેડૂતલક્ષી યોજનાઓના લાભ માટે ખેડૂતોને ફરજિયાત નોંધણીનુંફરમાન કરાતા હાલે ખેડૂતોને આ માટે લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડી છે. સરકાર દ્વારા આદેશ તો કરી દેવાતા હોય છે પરંતુ વ્‍યવસ્‍થા ન કરાતી હોય તેવામાં લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્‍યા છે. બીજી તરફ કાચબા ગતિએ સર્વર ચાલતા એન્‍ટ્રી કરનાર કર્મચારીઓ માટે પણ કામગીરી ત્રાસ દાયક બનવા પામી છે.
મહિલા ખેડૂત તનુજાબેન સોલંકીના જણાવ્‍યાનુસાર
અમે ખેડૂત રજિસ્‍ટ્રેશન માટે બામણવેલ પિયરમાં વહેલી સવારથી ગયા હતા. ગ્રામ પંચાયત પર કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ બપોરે બે વાગ્‍યા સુધીમાં પણ સર્વર ધીમું ચાલતા અમારી નોંધણી થઈ શકી ન હતી.
મામલતદાર મનોજભાઈ પંચાલના જણાવ્‍યાનુસાર
ખેડૂત નોંધણી માટે ગ્રામ પંચાયત ઉપરાંત સસ્‍તા અનાજની દુકાનો ઉપર પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે પરંતુ સર્વર ડાઉનનો પ્રશ્ન ઉપરથી જ હોય છે છતાં અમે તપાસ કરાવીએ છીએ.
ચીખલી તાલુકાના વીસીઈ મંડળ દ્વારા સર્વર ધીમું ચાલવા તથા એન્‍ટ્રી દીઠ મહેનતાણું નક્કી કરવા માટે ટીડીઓ સહિતના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. વીસીઈ મંડળ દ્વારા એગ્રી સ્‍ટેકની એન્‍ટ્રી દીઠ મહેનતાણું નક્કી કરી તેનો જીઆર કરવા, એગ્રી સ્‍ટેકનું સર્વર હાલે ખૂબ જ ધીમું ચાલતું હોય જેના લીધે રજીસ્‍ટ્રેશન કરાવવામાં પડતીમુશ્‍કેલીનું નિરાકરણ કરવા માટે રજૂઆત કરાય છે.

Related posts

નવસારી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા આરોગ્‍ય કર્મચારીઓની જિ.પં. પ્રમુખ અને ડી.ડી.ઓ. સમક્ષ પડતર માંગણીની રજૂઆત

vartmanpravah

‘‘ફેમિના મિસ ઇન્‍ડિયા યુનિયન ટેરેટરી-2024”નો એવોર્ડ સેલવાસની યુવતિ રેખા પાંડેના ફાળે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી દમણમાં નોકરી વાંચ્‍છુ બેરોજગારો માટે યોજાયો રોજગાર મેળોઃ 275ને સ્‍થળ ઉપર જ મળેલી નોકરી

vartmanpravah

નાની પલસાણ અને શાહુડા ખાતે જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીની અધ્યક્ષતામાં રાત્રિસભા યોજાઈ

vartmanpravah

વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલની કોંગ્રેસ સ્‍ટાર પ્રચારકોમાં પસંદગી કરાઈ

vartmanpravah

Leave a Comment