(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.16: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ રમતગમત અને યુવા કલ્યાણ વિભાગના નિર્દેશન હેઠળ દમણ જિલ્લામાં તા. 17 થી 31 મે 2024 દરમિયાન ઉચ્ચ સ્તરીયસમર સ્પોર્ટ્સ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવશે. આ તાલીમ શિબિરમાં એથ્લેટિક્સ, ફૂટબોલ, વોલીબોલ, બેડમિન્ટન, કબડ્ડી, ખો-ખો અને અન્ય રમતોનો સમાવેશ થાય છે. 15 દિવસીય તાલીમ શિબિરમાં સબ-જૂનિયર અને જુનિયર કેટેગરીના છોકરાઓ અને છોકરીઓ ભાગ લઈ શકશે. આ કેમ્પ દરરોજ સવારે 6.00 થી 8.00 અને સાંજે 4.30 થી 6.30 સુધી વિનામૂલ્યે યોજવામાં આવશે.
તાલીમમાં ઉત્કળષ્ટ દેખાવ કરનાર તમામ રમતગમતના તાલીમાર્થીઓનું સન્માન કરવામાં આવશે. તમામ રમતો માટેની તાલીમ વિશેષ રમત પ્રશિક્ષકો દ્વારા આપવામાં આવશે.
સમર સ્પોર્ટ્સ -શિક્ષણ શિબિરમાં ભાગ લેવા સંબંધિત વધુ માહિતી માટે, જિલ્લાના ખેલાડીઓ રમતગમત અને યુવક કલ્યાણ વિભાગ, દમણની કચેરીનો કાર્યકારી દિવસોમાં સવારે 10 થી સાંજે 5 દરમિયાન સંપર્ક કરી શકે છે.