Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આજથી શરૂ થઈ રહેલ ધોરણ 10ની પરીક્ષામાં સંઘપ્રદેશના 8207 અને ધોરણ 12ના 5705 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે

સંઘપ્રદેશ પ્રશાસને પૂર્ણ કરેલી તમામ તૈયારીઓઃ પ્રદેશના કુલ 27 પરીક્ષા કેન્‍દ્રોના તમામ વર્ગખંડો સીસીટીવી કેમેરાથી સજ્જઃ સુરક્ષા માટે પોલીસ બંદોબસ્‍ત પણ તૈનાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13: આવતી કાલ તા.14મી માર્ચથી શરૂ થઈ રહેલી ગુજરાત શિક્ષણ બોર્ડની 10મી અને 12મીની પરીક્ષા માટે સંઘપ્રદેશ પ્રશાસને પ્રદેશના ત્રણેય જિલ્લામાં પ્રશાસકશ્રીના દિશા-નિર્દેશ અંતર્ગત દરેક પરીક્ષા કેન્‍દ્રોને તમામ આવશ્‍યક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્‍યા છે.
પ્રદેશના ત્રણેય જિલ્લામાં 10મીના કુલ 13 પરીક્ષા કેન્‍દ્રો, 12 વિજ્ઞાન પ્રવાહના 4 અને 12 સામાન્‍ય પ્રવાહના 10 કેન્‍દ્રો ઉપર પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે. પ્રદેશના ત્રણેય જિલ્લામાં 10મીના કુલ 8207 વિદ્યાર્થીઓ અને 12મીના કુલ 5705 વિદ્યાર્થીઓ પરીક્ષામાં સામેલ થશે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસને ગુજરાત બોર્ડના દિશા-નિર્દેશ મુજબ પરીક્ષાના તમામ કેન્‍દ્રોના દરેક પરીક્ષા ખંડોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્‍યા છે. પરીક્ષા કેન્‍દ્રો ઉપર સુરક્ષા માટે પોલીસ બંદોબસ્‍ત પણ તૈનાત કરાયો છે. આરોગ્‍ય સંબંધી ઈમરજન્‍સી હેતુ દરેકપરીક્ષા કેન્‍દ્રો ઉપર મેડિકલ ટીમની સુવિધા પણ ઉપલબ્‍ધ કરવામાં આવી છે.
પરીક્ષા કેન્‍દ્રો ઉપર પરીક્ષાર્થીઓની સુવિધા માટે પીવાનું પાણી તથા શૌચાલયની પુરતી વ્‍યવસ્‍થાને સુનિヘતિ કરાઈ છે.
આવતી કાલે પરીક્ષાના પ્રથમ દિવસે તમામ પરીક્ષા કેન્‍દ્રો ઉપર સંઘપ્રદેશ પ્રશાસનના ઉચ્‍ચ અધિકારીઓ દ્વારા પરીક્ષાર્થીઓનું સ્‍વાગત અને તેમને શુભકામના આપવામાં આવશે.
સંઘપ્રદેશ પ્રશાસન દરેક વિદ્યાર્થીઓ સંપૂર્ણ રીતે ભયમુક્‍ત વાતાવરણમાં પરીક્ષા આપે તે સુનિヘતિ કરવામાં આવ્‍યું છે અને દરેક પરીક્ષાર્થીઓની સફળતા માટે શુભકામના પણ પાઠવવામાં આવી છે.

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની સફળ રજૂઆતથી માર્ચ, 2017માં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું દમણ-સેલવાસને મળેલું સેન્‍ટર

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ
માર્ચ, 2017 પહેલાં દમણ અને દાનહના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે વાપી આવવા-જવા ભારે અગવડતાનો સામનો કરવા પડતો હતો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને વાપી સુધી આવવાની ફરજ પડતી હતી. જેના કારણે વિદ્યાર્થીઓ તથા વાલીઓને પરીક્ષા ખંડ સુધીની અવર-જવર માટે પોતાના કિંમતી સમય અનેપૈસાનો પણ બગાડ કરવો પડતો હતો. પરંતુ 2017માં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કરેલી ઉચ્‍ચ સ્‍તરે રજૂઆત બાદ માર્ચ, 2017માં યોજાયેલ ધોરણ 12ની ચોથા સેમેસ્‍ટરની પરીક્ષાથી દમણ અને સેલવાસમાં પરીક્ષા કેન્‍દ્રની ફાળવણી ગુજરાત બોર્ડ દ્વારા કરવામાં આવી હતી.
સંઘપ્રદેશ પ્રશાસને પ્રદેશમાં શિક્ષણના પ્રસાર અને પ્રચાર માટે અપનાવેલી ઉદાર નીતિના કારણે આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવ એક શૈક્ષણિક ધામ તરીકે ઉભરી ચુક્‍યુ છે. માર્ચ, 2017થી લઈ અત્‍યારે 2023 સુધી ધોરણ 12 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા સમયે ઉચ્‍ચ પ્રશાસનિક અધિકારીઓ દ્વારા શુભકામના અને સ્‍વાગત કરવાનો સિલસિલો અવિરત ચાલુ રહ્યો છે.

Related posts

નાની દમણ મશાલચોકથી ધોબીતળાવ જંક્‍શન સુધીનો રસ્‍તો વાહન વ્‍યવહાર તથા અવર-જવર માટે બંધ

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ અને ચિલ્‍ડ્રન યુનિવર્સિટી ગુજરાતના સંયુક્‍ત પ્રયાસથી આયોજીત સંઘપ્રદેશના શિક્ષણ સચિવ જતિન ગોયલે સમર કેમ્‍પ ‘કલામૃતમ્‌’ની લીધેલી મુલાકાતઃ બાળકો સાથે કરેલો વાર્તાલાપ

vartmanpravah

ચીખલી તાલુકામાં ભાજપના ગાવ ચલો અભિયાન અંતર્ગત આગેવાનો ગામડા ખુંદી દરેક બુથ પર જઈ સરકારની યોજનાઓથી લોકોને વાકેફ કરશે

vartmanpravah

નર્મદા સેવા અને શ્રમ શિબિરમાં ભાગ લેવા અરજી કરવા અપીલ

vartmanpravah

નવસારી ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ અને ઘરેલું હિંસા અધિનીયમ-૨૦૦૫ જાગૃતતા સેમિનાર યોજાયો

vartmanpravah

ખ્રિસ્તી મિશનરીનો દેશમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરીને શિક્ષણ દ્વારા જે તે દેશની મૂળ સંસ્કૃતિનો નાશ કરીને નવું સાંસ્કૃતિક ખ્રિસ્તીસ્થાન ઉભું કરવાનો રહેલો મુખ્ય હેતુ

vartmanpravah

Leave a Comment