(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: દાદરા નગર હવેલીના સુરંગી ગામે ગવર્નમેન્ટ ગુજરાતી મીડિયમ શાળાનું ધોરણ-10નું પરિણામ 99ટકા આવ્યુ છે. દાનહમાં પીપીપીના મોડલ અંતર્ગત શાળાનું સંચાલન પ્રયોશા પ્રતિષ્ઠાન સંસ્થા કરી રહી છે. બીજીવાર સુરંગી હાઈસ્કૂલે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ શાળાના 106 બાળકોએ પરીક્ષા આપી હતી જેમાંથી 105 બાળકો પાસ થયા હતા અને 69થી વધુ બાળકોએ 60 ટકાથી વધુ માર્ક્સ પ્રાપ્ત કર્યા હતા અને શાળાનું નામ રોશન કર્યું. આ પરિણામમા શાળાના શિક્ષકોએ પોતાની મહેનતનો રંગ રાખ્યો છે.