શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધાનું કરાયેલું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ,તા.18 : ‘‘આદિવાસી ગૌરવ દિવસ” અંતર્ગત, કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવની તમામશાળાઓમાં આજે ચોથા દિવસે 27,500થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ પ્રસંગે આદિવાસી સમાજના આગેવાનો અને સામાજિક કાર્યકરોને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભમાં આમંત્રિત જનજાતિના સ્થાનિક આગેવાનો ઉપસ્થિતિમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આમંત્રિત આદિવાસી આગેવાનોએ જનનાયક ભગવાન બિરસા મુંડાજીના જીવનને લગતી પ્રેરણાત્મક વાતો અને આદિવાસી સંસ્કળતિ અને ઇતિહાસ વિશેની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આપી હતી. આ અવસરે શાળાના વિદ્યાર્થીઓમાં આદિજાતિ ગૌરવ દિવસની જાગૃતિ અને સમાજને પ્રોત્સાહન આપવા માટે, શાળામાં ક્વિઝ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.