October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નહેર અંડર ગ્રાઉન્‍ડ કરાયાની સાથે મેદાનમાં નવીનીકરણ બાદ ચીખલીના વંકાલમાં આર્યા ગ્રુપ અને કોળી સમાજની ડે નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો ભવ્‍ય પ્રારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.02: ચીખલી તાલુકાના વંકાલ ગામના હળ ફળીયા સ્‍થિત મેદાનના એક ભાગમાંથી કેનાલ પસાર થતી હોય એ કેનાલ ને પગલે મેદાનનો વિકાસ અટકી પડ્‍યો હતો. આ કેનાલના પ્રશ્નના નિરાકરણ માટે ગામના યુવાનો દ્વારા વર્ષોથી માંગણી કરવામાં આવી રહી હતી. આ દરમ્‍યાન ગામના અગ્રણી વજીફા ફળીયાના દીપકભાઈ સોલંકીની આગેવાનીમાં ગામના યુવાનો દ્વારા સિંચાઈ વિભાગમાં કેનાલને અંડર ગ્રાઉન્‍ડ કરવા માટે લેખિત રજૂઆત કરાઈ હતી. બાદમાં અગ્રણી દીપકભાઈ સોલંકી દ્વારા સિંચાઈ વર્તુળના અધિક્ષક ઈજનેર, કાર્યપાલક ઈજનેર સહિતના ઉચ્‍ચ અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સતત સંકલનમાં રહેતા રજૂઆતના એકાદ માસના ટૂંકા ગાળામાં જ સિંચાઈ વિભાગ દ્વારા કેનાલને અંડર ગ્રાઉન્‍ડ કરવા માટે ની મંજૂરી આપવામાં આવતા તાજેતરમાં અઢારેક લાખ રૂપિયાના ખર્ચે નહેરને અંડર ગ્રાઉન્‍ડ કરાતા વર્ષો જુના પ્રશ્નનું નિરાકરણ આવતા ગામના યુવાનોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. આ ઉપરાંત દીપકભાઈ સોલંકીના પ્રયત્‍નથી નડતરરૂપ વીજ લાઇન પણ ખસેડવામાં આવતા મોટી રાહત થઈ હતી.
વંકાલ ક્રિકેટ કલબનાપરેશભાઈ પટેલ સહિતના સંખ્‍યાબંધ યુવાનોએ દિવસ રાત એક કરી મેદાનને સમતળ બનાવી મેદાનનો ચારે બાજુથી વિકાસ કર્યા બાદ ટુર્નામેન્‍ટનું આયોજન કરાતા જેને ગામે ગામના યુવાનોમાં ભારે લોક ચાહના ધરાવતા સ્‍પોર્ટ્‍સ મેં તરીકે જાણીતા એસ.યુ.પટેલ, સરપંચ દક્ષાબેન પટેલ, અગ્રણી દીપકભાઈ સોલંકી, ગામના પૂર્વ સરપંચો, આગેવાનો અને વિશાળ સંખ્‍યામાં યુવા ક્રિકેટરોની ઉપસ્‍થિતિમાં દીપ પ્રાગટય દ્વારા ખુલ્લી મુકવામાં આવી હતી. જેમાં મેદાનની વર્ષો જૂની સમસ્‍યાના નિરાકરણ માટે યુવાનોના પડખે રહી જહેમત ઉઠાવી ટૂંકા ગાળામાં નિરાકરણ લાવવામાં સફળતા માટે અગ્રણી દીપકભાઈ સોલંકી તથા યુવાનોની મહેનતને બિરદાવાઈ હતી.
આગામી 3-જૂન સુધી આર્યા ગ્રુપ દ્વારા આયોજિત ડે એન્‍ડ નાઈટ ટુર્નામેન્‍ટમાં સાત જેટલી ટીમો જ્‍યારે 4 થી 6 જૂન સુધી યોજાનારી કોળી પટેલ સમાજની નાઈટ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં આઠ જેટલી ટીમો ભાગ લેનાર છે. આમ મેદાનમાં નવીનીકરણ બાદ વંકાલ ગામે આગામી 6-જૂન સુધી ક્રિકેટનો મહાપર્વ ધમધમશે.

Related posts

દાનહમાં ગેરકાયદેસર માટી ખનન કરનારા તત્ત્વો સામે સેલવાસ મામલતદારની ટીમે કરેલી કાયદાકીય કાર્યવાહી

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા રવિવારે વી.આઈ.એ. હોલમાં ‘‘નેહલે પે દેહલા” એકાંકી નાટકની નિઃશુલ્‍ક પ્રસ્‍તુતિ

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પ્રાથમિક આચાર્યનું એક નવું કારનામું શિક્ષક આઈ કાર્ડ કૌભાંડ

vartmanpravah

કપરાડાના ગિરનારા ગામે વરસાદ સાથે વાવાઝોડુ ત્રાટકતા અનેક ઘરના છાપરા ઉડયાઃ તબાહી મચાવી

vartmanpravah

નવસારી જિલ્લા વિકાસ અધિકારીની અધ્‍યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

દાનહ કૌચા અને ગલોન્‍ડા પંચાયત સભ્‍યની પેટાચૂંટણીની મત ગણતરી 1લી નવેમ્‍બરે

vartmanpravah

Leave a Comment