October 20, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ જીએનએલયુના સેલવાસ કેમ્‍પસમાં કાયદા અને અર્થશાષાના પાયાના સિદ્ધાંતો પરના પ્રમાણપત્ર અભ્‍યાસક્રમનું કરાયેલું ઉદ્‌ઘાટન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07: ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી સેલવાસ કેમ્‍પસ ખાતે કાયદા અને અર્થશાષાના પાયાના સિદ્ધાંતો પર પાંચ દિવસીય પ્રમાણપત્ર કોર્સનું આજે ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું હતું. આ કોર્સ હાઇબ્રિડ મોડમાં ઓફર કરવામાં આવે છે, જેથી સ્‍થાનિક વિદ્યાર્થીઓ ઉપરાંત દેશના વિવિધ ભાગોમાંથી પણ રસ ધરાવતા વ્‍યક્‍તિ ઓનલાઇન જોડાઈને આ કોર્સનો લાભ લઈ શકે.
આ અવસરે કોર્સ કો-ઓર્ડિનેટર ડૉ.ગીતાંજલિ ચૌહાણે જણાવ્‍યું હતું કે, કાયદો અને અર્થશાષા પરસ્‍પર સંકળાયેલા છે અને એક બીજાને પ્રભાવિત કરે છે. કાયદાના વિદ્યાર્થીઓ માટે અર્થશાષાનો અભ્‍યાસ જરૂરી છે, કારણ કે અર્થશાષા કાયદાના ઘણા ક્ષેત્રો જેમ કે કરવેરા, વિદેશી વેપાર, કંપની કાયદો, બેંકિંગ, વીમો, મજૂર કાયદો અને ફોજદારી કાયદાને પણ પ્રભાવિત કરે છે. અર્થશાષાના આર્થિક વિશ્‍લેષણ સાધનો બજારની કાર્યક્ષમતા, સંસાધન ફાળવણી અને આર્થિક એજન્‍ટોના વર્તન પરના વિવિધ કાયદાઓની અસરને સમજવામાં મદદ કરે છે.
વધુમાં જણાવ્‍યું હતું કે, 1991માં રોનાલ્‍ડ કોઝને અને 1992માં ગેરી બેકરને એમ સતત બે વર્ષ અર્થશાષામાંનોબેલ પુરસ્‍કારો એનાયત કરવામાં આવ્‍યા હતા, તે સાથે કાયદા પ્રત્‍યેના આર્થિક અભિગમની માન્‍યતા તેની પરાકાષ્ઠાએ પહોંચી હતી. આ વિદ્વાનોએ કાયદાના આર્થિક વિશ્‍લેષણના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્‍યુ છે.
કાયદા, વાણિજ્‍ય, સાહિત્‍ય, આર્કિટેક્‍ચર અને ડિઝાઇનના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો સહિત વિવિધ પૃષ્ટભૂમિકા ધરાવતા સહભાગીઓ આ સર્ટિફિકેટ કોર્સમાં ભાગ લઈ રહ્યા છે. આ વિવિધતા શિક્ષણના અનુભવને સમૃદ્ધ બનાવશે તેમ જ કાયદા અને અર્થશાષાના આંતરછેદ પર બહુશિસ્‍ત પરિપ્રેક્ષ્ય પ્રદાન કરશે.

Related posts

વલસાડ ખાતે રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ક્રેડિટ કેમ્‍પ યોજાયો

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દમણ-દીવમાં સૌપ્રથમ વખત રાષ્‍ટ્રીય સ્‍તરના બીચ રમતોત્‍સવનું આયોજન

vartmanpravah

રાનકુવામાં પોસ્‍ટ કર્મચારીના ઘરનું તાળું તોડી તસ્‍કરો કસબ અજમાવી ફરાર થઈ ગયા

vartmanpravah

વલસાડ તિથલ દરિયા કિનારે જીલ નામની 40 થી 50 માછલીઓ મૃત હાલતમાં તણાઈ આવી

vartmanpravah

ખેરગામમાં 76 માં સ્‍વાતંત્ર દિવસની અનોખી ઉજવણી : 75 વડીલોની વંદના કરી : વર્ષગાંઠ નિમિત્તે અમૃત સરોવરની પાળે વૃક્ષારોપણના શપથ લેવડાવાયાં

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ધો.10-12 બોર્ડની પરીક્ષા પૂર્વે દિવસે શાળાઓમાં તૈયારીઓનો આખરી ઓપ અપાયો

vartmanpravah

Leave a Comment