October 15, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દિપક પ્રધાને જર્જરિત રસ્તાઓના રીપેરીંગ માટે કલેક્ટરને લેખિત રજૂઆત કરી

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૦૨
દાનહ જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ શ્રી દિપકભાઈ પ્રધાને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ અને સમસ્ત જનતા વતી બિસ્માર રસ્તાઓ બનાવવા અને રીપેરીંગ કરાવવા બાબતે જિલ્લા કલેક્ટર શ્રી સંદીપ કુમાર સિંઘ અને પી.ડબલ્યુ.ડી.ના ઍક્ઝિક્યુટિવ ઍન્જિનિયરને લેખિત રજૂઆત કરી છે.
જેમા જણાવ્યું છે કે, પાડોશી રાજ્ય ગુજરાત અને મહારાષ્ટ્રની સરખામણીમા દાનહ પ્રદેશના રસ્તાઓ સારા હતા. પરંતુ આ વર્ષે ખુબજ બિસમાર બન્યા છે. મોટા પ્રમાણમાં રસ્તાઓ ખરાબ બની જતા લોકો પરેશાન થઈ રહ્ના છે અનેક જગ્યાઍ મોટા મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકોને ભારે મુસીબતોનો સામનો કરવો પડી રહ્ના છે.
દાદરા ચેકપોસ્ટથી ખાનવેલ સુધીનો માર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર થયેલ હોવા છતાં ખૂબજ જર્જરિત થઈ ગયો છે. આ રોડ સેન્ટર હોવાને કારણે ૭૦ થી ૮૦ ટકા લોકો ઍનો ઉપયોગ કરે છે. બહારથી આવતા મોટાભાગના પર્યટકો પણ આજ માર્ગે આવતા હોય છે.
ચોમાસા અગાઉ રસ્તાઓની હાલતને ધ્યાનમાં રાખીને પ્રિમોન્સૂની તૈયારી રૂપે પણ રસ્તાઓ રીપેરીંગ માટેની કોઈપણ જાતની કામગીરી કરવામાં આવી નથી. ચોમાસા દરમિયાન પણ વેટમીક્ષ નાંખી રોલર ફેરવી આસાનીથી વાહનો પસાર થઈ શકે તેવી વ્યવસ્થા કરવી જોઈતી હતી પરંતુ ઍના ઉપર કોઈ ધ્યાન આપવામા ન આવ્યું. રોજબરોજ નાના મોટા અકસ્માતો પણ આ માર્ગ ઉપર થઈ રહ્ના છે. દાદરા નગર હવેલી સીધું કેન્દ્ર સરકારને આધીન હોવાને કારણે ફંડની કમી હોય તેવુ લાગતું નથી. આ તમામ બાબતને ધ્યાનમાં રાખીને જે રસ્તાઓ અતિશય બિસમાર બન્યાં છે તેને જલ્દીથી રીપેરીંગ કરવામા આવે કે જેથી લોકોને અને ખાસ કરીને વાહન ચાલકોને રાહત મળી શકે.

Related posts

દાનહ સ્‍કાય હાઈટ્‍સ સોસાયટી દ્વારા વાઈનશોપને બંધ કરવા માટે આરડીસીને રજૂઆત કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશના સર્વાંગી વિકાસ અને અદ્યતનીકરણના પર્યાય અને પ્રણેતા બનેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

પેશવાએ પોર્ટુગીઝોને નગર હવેલી સરંજામ તરીકે આપી હોવાથી પોર્ટુગીઝોને દમણમાંથી દાદરા સિલવાસા જવું હોય તો પણ પેશવાની પરવાનગી લેવી પડતી

vartmanpravah

દાનહમાં સરકારી વ્‍યાજબી ભાવની દુકાનો(કંટ્રોલ)માંથી દર મહિને અનાજ નહીં ઉઠાવતા લાભાર્થીઓને પૂછાનારૂંકારણ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ડેલકર પરિવારના નામે નોંધાયા અનેક વિક્રમઃ પહેલાં પિતા ત્‍યારબાદ પુત્ર અને હવે પત્‍ની પણ સાંસદ બન્‍યા

vartmanpravah

દાનહઃ કસ્‍તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, દપાડામાં વાર્ષિકોત્‍સવ ઉજવાયો

vartmanpravah

Leave a Comment