October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણપારડીવલસાડવાપીસેલવાસ

નાની દમણ મશાલચોકના મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરે 14મી માર્ચથી શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવનો થનારો આરંભ

મંદિરના નવનિર્માણ માટે આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞના સમાપન ટાણે 22મી માર્ચના રાત્રિએ ભજન, રાસ-ગરબા અને મહાપ્રસાદનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13 : નાની દમણના મશાલચોક ખાતે આવેલ પ્રસિદ્ધ મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી શ્રી મેલડી માતાના મંદિર ખાતે તા.14મી માર્ચથી 22મી માર્ચ સુધી શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે.
મંદિરના નવનિર્માણ માટે આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞની પોથીયાત્રા 14મી માર્ચ, 2023ના રોજ બપોરે 1:30 કલાકે યોજવામાં આવશે. કથા શ્રવણનો સમય દરરોજ બપોરે 3:00 થી 6:00 કલાક રહેશે. બુધવાર તા.22મી માર્ચ, 2023ના રોજ બપોરે 12:00 થી 5:00 કલાક દરમિયાન બ્‍લડ ડોનેશન કેમ્‍પનુંપણ આયોજન કરવામાં આવેલ હોવાની જાણકારી આપવામાં આવી છે.
22મી માર્ચ, 2023ના રોજ રાત્રે 8:00 વાગ્‍યાથી ભજન, રાસ-ગરબા અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું હોવાનું જણાવી ભગવતી સેવા સમિતિ અને માઁ ભક્‍ત શ્રી ભદ્રેશભાઈ દ્વારા તમામ સનાતન ધર્મપ્રેમીઓને આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

176-ગણદેવી વિધાનસભામાં રાજકીય પાર્ટીએ ઉમેદવાર જાહેર કરતા પક્ષમાં જ હોબાળો : ઉમેદવાર બદલવા દાવ પેચ શરૂ

vartmanpravah

આજે વલસાડમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી મતદારોના ચુકાદાની ઘડી : 35 ઉમેદવારોનાભાવિનો ફેંસલો

vartmanpravah

સેલવાસની એસબીઆઈના ગ્રાહક સાથે થયેલી સાયબર છેતરપીંડી કેસમાં બે આરોપીઓની યુ.પી.થી કરાયેલી ધરપકડ

vartmanpravah

દાનહઃ ખેરડી પ્રાથમિક શાળામાં કુપોષણ નિવારણ સેમીનારનું કરાયેલું આયોજન

vartmanpravah

સ્‍વચ્‍છતા હી સેવા કેમ્‍પેઈન હેઠળ વલસાડના અતુલ ફાઉન્‍ડેશન દ્વારા 90 ગામ સાથે એમઓયુ કરાયા

vartmanpravah

દાનહ અને દમણ-દીવ નવા વિચારનું જીવંત દૃષ્‍ટાંત : કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલ

vartmanpravah

Leave a Comment