October 15, 2026
Vartman Pravah
Breaking Newsદીવ

દીવ ઘોઘલામાં લગ્ન પ્રસંગમાં રાત્રે ડીજે બંધ કરાવવા ગયેલા પોલીસ અને જાહેર જનતા વચ્‍ચે દલીલ થઈ

સ્‍થાનિક લોકોએ પોલીસ ચોકીનો ઘેરાવો કરી અપશબ્‍દો બોલી તમાચો મારવાનો પોલીસ ઉપર મુકેલો આરોપ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.1પ
સંઘપ્રદેશ પ્રશાસનની કોરોના માર્ગદર્શિકા અનુસાર ઘોઘલા પોલીસ ચોકી પર ફરજ બજાવતા પોલીસકર્મીઓ દ્વારા રાત્રે 10.30 વાગ્‍યે ઘોઘલા સરાનગર વિસ્‍તારમાં લગ્ન પ્રસંગમાં વાગી રહેલો ડીજેબંધ કરાવતી વખતે પોલીસ અને જનતા વચ્‍ચે તુ…તુ.. મે..મે.. થઈ ગઈ હતી. ત્‍યારબાદ સ્‍થાનિકો ઘોઘલા પોલીસ ચોકી ખાતે પહોંચી, પોલીસ ચોકીનો ઘેરાવો કરી, પોલીસ ઉપર અપશબ્‍દો બોલવા અને તમાચા મારવાના આરોપ ગલાવ્‍યો હતો.
આ બાબતની જાણકારી થતા પી.આઈ. શ્રી પંકજ ટંડેલ ઘટના સ્‍થળે પહોંચી અને સ્‍થાનિક લોકોને સમજાવી પરત પોતાના ઘરે મોકલી મામલો થાળે પાડયો હતો. બીજી તરફ ઈન્‍સિડેન્‍ટ કમાન્‍ડર નિતિન ગજવાનીની લેખિત ફરિયાદના આધારે આયોજક બિપીન મણીલાલ સોલંકી ઉપર ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એક્‍ટ હેઠળનો ગુનો નોંધવામાં આવ્‍યો હતો.

Related posts

વલસાડ સિવિલમાં લાશ પી.એમ. વગર કલાકો રઝળતી રહી

vartmanpravah

વાપી છરવાડા શ્રી રાજ રાજેશ્વરી સ્‍કૂલમાં નવરાત્રીની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

કપરાડા સુથારપાડા નજીક મુસાફરો ભરેલી જીપ ખાબકતા અકસ્‍માત : 6 ઈજાગ્રસ્‍ત પૈકી 2 વધુ ગંભીર

vartmanpravah

ઉમરગામ શિવ શક્‍તિ સહયોગ સેવાશ્રમ ચેરીટેબલ ટ્રસ્‍ટે 22 અસહાય દીકરીઓનું કરેલું કન્‍યાદાન

vartmanpravah

ઉમરગામના નાહુલીમાં લગ્ન મંડપમાંથી 23 તોલા દાગીના ભરેલ બેગ લઈ યુવક રફુચક્કર

vartmanpravah

વાપીથી ટ્રેનમાં બિહાર સમસ્‍તીપુર જવા નિકળેલ યુવાન ટ્રેનમાંથી ગુમ

vartmanpravah

Leave a Comment