Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવ

સ્‍વર્ણ પદક વિજેતા આચાર્ય સંજય પંડિત દ્વારા આયોજીત ગુજરાતના સોમનાથ પાટણના શારદાપીઠ ત્રિવેણી સંગમ ખાતે શિવશક્‍તિ મહાયજ્ઞમાં દમણ જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલે પોતાનીધર્મપત્‍ની સાથે લીધેલો ભાગ

પ્રદેશની સુખ-શાંતિ અને સમૃદ્ધિની કરેલી કામના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23: દમણના સ્‍વર્ણ પદક વિજેતા સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી સંજય પંડિત દ્વારા ગુજરાતના સોમનાથ પાટણના શારદાપીઠ ત્રિવેણી સંગમ ખાતે 18થી 24 ઓગસ્‍ટ દરમિયાન આયોજીત શિવશક્‍તિ મહાયજ્ઞમાં મુખ્‍ય યજમાન તરીકે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે પોતાની ધર્મપત્‍ની સાથે લાભ લીધો હતો.
દમણના સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી સંજય પંડિત દ્વારા દર વર્ષે અલગ અલગ જ્‍યોતિર્લીંગ ખાતે જઈ છેલ્લા 9 વર્ષથી શિવશક્‍તિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે શિવશક્‍તિ મહાયજ્ઞમાં ભાગ લઈ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે પ્રદેશની સુખ-શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી.

Related posts

લોકસભાની દમણ અને દીવ બેઠકનું પરિણામ 4થી જૂને 12:30 વાગ્‍યા સુધીમાં જાહેર થવાની સંભાવના

vartmanpravah

દમણ ન.પા.ને સંપૂર્ણ કચરા અને સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક મુક્‍ત બનાવવા ચાલી રહેલી સ્‍વચ્‍છતા ઝૂંબેશ

vartmanpravah

ચીખલીના થાલા ગામે તીન પત્તીનો જુગાર રમતા પાંચ ઝડપાયા

vartmanpravah

દાનહ પોલીસે સંપૂર્ણ સ્‍ટાફને કોમ્‍પ્‍યુટર સાક્ષર કરી સિદ્ધિ હાંસિલ કરી

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનનો નિર્ણય :વેક્‍સીનના બે ડોઝ લીધા હશે તેમને જ દાનહ અને દમણ-દીવમાં પ્રવેશ મળશે

vartmanpravah

કપરાડાના સુખાલામાં તા.9 ફેબ્રુઆરીએ આયુષ મેળો યોજાશે

vartmanpravah

Leave a Comment