પિન્ટુ અશોક પટેલ અને ઉમેશ મુકેશ હળપતિની પોલીસે કાર સાથે રૂા.1.90 લાખ મુદ્દામાલ સાથે અટક કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: અતુલ હાઈવે ઉપર આજે મંગળવારે સુરત મહાનગર પાલિકાનો કર્મચારી અને અન્ય એક મળી બે ઈસમો કારમાં દારૂ લઈ જતા પોલીસે ઝડપી પાડયા હતા.
વલસાડ રૂરલ પોલીસે પોટ્રોલીંગ દરમિયાન અતુલ હાઈવે ઉપર ઈકો કાર નં.જીજે 21 સીબી 3289 ને અટકાવી ચેકિંગ કર્યું હતું. કારમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કાર સવાર પિન્ટુ અશોક પટેલ અને ઉમેશ મુકેશ હળપતિની પોલીસે અટક કરી હતી. જેમાં પિન્ટુ અશોક પટેલએ સુરત પાલિકા ફાયર વિભાગની લોગો વાળી જરસી પહેરી હતી. પૂછપરછમાં તેણે ફાયર એકેડમીમાં કોન્ટ્રાક્ટ બેઈઝ પર નોકરી કરે છે. મિત્રની જન્મદિનની પાર્ટી કરવા માટે દારૂ લીધેલાનું જણાવેલ. પોલીસે બન્નેની અટક કરી કાર અને દારૂના જથ્થા સાથે રૂા.1.90 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.