October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં સમગ્ર શિક્ષણ અંતર્ગત યોજાયો જિલ્લા સ્‍તરીય રંગોત્‍સવઃ જિલ્લાના 4 વિભાગોએ અલગ અલગ થીમ ઉપર રજૂ કરેલી કૃતિઓ: દરેક થીમ માટે આપવામાં આવેલા પ્રથમ અને દ્વિતીય નંબર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા સ્‍તરના રંગોત્‍સવ કાર્યક્રમનું આયોજન ડૉ. એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજ ઓડિટોરિયમ ડોકમરડી ખાતે કરવામાં આવ્‍યું હતું. જેમાં દાનહ જિલ્લામાં કુલ 4 વિભાગોની અલગ અલગ થીમ બનાવવામાં આવી હતી. જે અંતર્ગત પ્રથમ ખાનવેલ વિભાગની થીમ ‘સ્‍થાનિક કલા અને સંસ્‍કૃતિ’, બીજો વિભાગ સેલવાસ વિભાગ ‘એક ભારત, શ્રેષ્‍ઠ ભારત’, ત્રીજો ગલોન્‍ડા વિભાગ ‘પર્યાવરણ સુરક્ષા- એક સંદેશ’અને ચોથા દપાડા વિભાગની ‘નિપૂણ ભારત-એક લક્ષ’ની થીમ હતી. આ થીમ ઉપર 22 ક્‍લસ્‍ટરથી લોકનૃત્‍ય, નાટક, કથા-કથન, નૃત્‍ય, લોકગીત, વાર્તા સંભળાવવા સહિત 22 કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્‍યું હતું.
આ રંગોત્‍સવમાં ‘એક ભારત, શ્રેષ્‍ઠ ભારત’ પ્રથમ સ્‍થાન સી.પી.એસ. સેલવાસ અંગ્રેજી માધ્‍યમ અને બીજું સ્‍થાન ખરડપાડાને પ્રાપ્ત થયું હતું. ‘નિપૂણ ભારત’ થીમમાં પ્રમથ સ્‍થામ સી.પી.એસ. આંબોલી ગુજરાતી માધ્‍યમ અને બીજું સ્‍થાન સી.પી.એસ. વાસોણાને પ્રાપ્ત થયું હતું.
પર્યાવરણ સુરક્ષા થીમમાં પ્રથમ સ્‍થાન સી.પી.એસ. રાંધા અને બીજું સ્‍થાન સી.પી.એસ. ગલોન્‍ડા ગુજરાતી માધ્‍યમને મળ્‍યું હતું. જ્‍યારે સ્‍થાનિક કલા અને સંસ્‍કૃતિ થીમમાં પ્રથમ સ્‍થાન પી.એસ. ગોરાતપાડા ક્‍લસ્‍ટર ખાનવેલ ગુજરાતી માધ્‍યમ અને દ્વિતીય ક્રમાંક પી.એસ. બિલધરી ક્‍લસ્‍ટર દૂધનીને મળ્‍યો હતો.
આ રંગોત્‍સવ કાર્યક્રમમાં સહાયક રાજ્‍ય પરિયોજના નિર્દેશક શ્રી પરિતોષ શુક્‍લાએ વિશ્વાસ પ્રગટ કરતા જણાવ્‍યું હતું કે, આજે જે વિદ્યાર્થીઓ પોતાની કલાની પ્રસ્‍તુતિ કરવા માટે આવ્‍યા છે તે વિદ્યાર્થીઓ ભવિષ્‍યમાં પોતાની કલા અને સંસ્‍કૃતિનું જતન કરશે. આ મંચનો અનુભવ વિદ્યાર્થીઓને ભવિષ્‍યમાં થનારા રંગોત્‍સવ અને કલા ઉત્‍સવ કાર્યક્રમમાં પણ ઉપયોગી રહેશે એવી ભાવના પ્રગટ કરી હતી.
આ રંગોત્‍સવ કાર્યક્રમનેસફળ બનાવવામાં શિક્ષણ સચિવ શ્રી અરૂણ ટી., શિક્ષણ નિર્દેશક શ્રી જતિન ગોયલનું માર્ગદર્શન અને સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી પરિતોષ શુક્‍લા, શિક્ષણ અધિકારી શ્રી બળવંત પાટીલ, શિક્ષણ અધિકારી શ્રી જયેશ ભંડારી, શિક્ષણ અધિકારી શ્રી અનિલ ભોયા, ડી.પી.સી.ઓ. શ્રી ડૉ. સતિષ પટેલ, બી.આર.સી. શ્રી ગણેશ પાટીલના સહયોગમાં સમગ્ર શિક્ષણ વિભાગના દરેક સી.આર.સી., બી.આર.પી. અને કાર્યાલયના સભ્‍યોનો સિંહફાળો રહ્યો હતો.

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાનાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં દ્વિવાર્ષિક અધિવેશનની તૈયારીઓ પૂરજોશમાં

vartmanpravah

વલસાડ જિલ્લા મેજીસ્ટ્રેટ ક્ષિપ્રા આગ્રે દ્વારા ચિલ્ડ્રન હોમના બાળક માટે દત્તક વિધાનનો પ્રથમ આદેશ અપાયો

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમીનાર-2022 યોજાશે

vartmanpravah

દમણની રોયલ ડિસ્‍ટલરીમાં વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

દમણ આબકારી વિભાગે કડૈયાના સમુદ્ર કિનારેથી દારૂ ભરેલ બોટ ઝડપી પાડી

vartmanpravah

આજે વિશ્વ આદિવાસી દિવસઃ વલસાડ જિલ્લાના આદિવાસી બાળકો માટે સંજીવની બનતી દૂધ સંજીવની યોજના

vartmanpravah

Leave a Comment