September 12, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વલસાડ જિલ્લો કોરોનાના ભરડા તરફ ધકેલાઈ રહ્યો છે : બુધવારે જિલ્લામાં 10 નવા પોઝિટીવ કેસ નોંધાયા

વલસાડ વિસ્‍તારમાં 6, વાપીમાં 3 અને પારડીમાં 1 નવા દર્દીઓ પોઝિટીવ, દાખલ દર્દીની સંખ્‍યા 43

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29
વલસાડ જિલ્લામાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી બાદ ફરી ચિંતાજનક રીતે કોરોન કેસ વધી રહ્યા છે. બુધવારે વધુ 10 નવા પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લા આરોગ્‍ય વિભાગ દોડતો થઈ ગયો હતો.
વલસાડ જિલ્લા માંડ માંડ કોરોના મુક્‍ત બન્‍યો હતો. લોકોએ રાહતનો દમ લીધો હતો, ત્‍યાં ગ્રામપંચાયતોની ચૂંટણી બાદ જેની ચિંતા હતી, તે હકીકત બની રહી છે. ચૂંટણી પ્રચાર-પ્રસારમાં લોકોના ટોળે ટોળા ઉમટયા કોરોનાની ગાઈડલાઈનનો ઠેર ઠેર અનાદર જોવા મળી રહ્યો છે. જેને લઈ ફરી કોરોનાએ જિલ્લામાં માથુ ઉચક્‍યું છે. લોકો તો વિસરી ચૂક્‍યા હતા કે કોરોના તો ગયો વહીવટી તંત્ર અને સરકારની ચેચવણી છતાં લોકો ચૂંટણીમાં ભાન ભૂલ્‍યા અને કોરોનાને નોતરી લાવ્‍યા છે.
બુધવારે જિલ્લામાં કોરોનાના નવા 10 કેસ નોંધાયા છે. પરંપરા મુજબ સૌથી વધુ 6 કેસ વલસાડ વિસ્‍તારમાં, વાપીમાં 3 અને પારડીમાં 1 મળી કુલ 10 કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર માટે ખસેડાયા છે.
આજદિન સુધી 43 દર્દીઓ વિવિધ હોસ્‍પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા છે. ચૂંટણીના સમયગાળામાં 31 દિવસમાં નવા 71 કેસ આજના અલગ જે પૈકી ચાર દર્દીઓના મૃત્‍યુ થયા છે. હજુ પણ ચેતી જવાની જરૂર છે. વલસાડ જિલ્લો ત્રીજી લહેરને આમંત્રી રહ્યાનો સિનારીયો ઉદભવી ચૂક્‍યો છે.

Related posts

પેટ્રોલ પંપ પર ગેસ પુરાવવા આવેલા કાર ચાલકોએ પંપના કર્મચારીને માર મારવાના બનાવમાં ચાર સામે ગુનો નોંધાયો

vartmanpravah

વલસાડમાં ગણેશજીની 9 ફૂટની પ્રતિમાના જાહેરનામાથી ગણેશ આયોજકોમાં નારાજગી : સિટી પો.સ્‍ટે.માં મિટિંગ યોજાઈ

vartmanpravah

વલસાડ તડકેશ્વર મહાદેવ મંદિર રેલવે ઓવરબ્રિજ પાસે ખાનગી કંપનીની બસને અકસ્માત નડ્યો

vartmanpravah

ચીખલીના મલિયાધરામાં તાલુકા કક્ષાની યોજાયેલ પશુપાલન શિબિરમાં તજજ્ઞો દ્વારા પશુપાલકોને પશુઓની માવજત સંવધર્ન અંગે આપવામાં આવેલુ માર્ગદર્શન

vartmanpravah

વલસાડ સિવિલની ગંભીર લાપરવાહી સામે આવીઃ આહવા અકસ્‍માતનો દર્દી કલાકો સુધી પીડામાં કણસતો રહ્યો

vartmanpravah

દમણમાં વિવિધ મંડળો દ્વારા સ્‍થાપિત અઢી દિવસની શ્રીજીની મૂર્તિનું કરાયેલું વિસર્જન

vartmanpravah

Leave a Comment