Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

કપરાડામાં મિલેટ ફેસ્‍ટીવલ દિવસની ઉજવણી, ખેડૂતોને વધુમાં વધુ યોજનાનો લાભ લેવા અનુરોધ કરાયો

સમગ્ર ગુજરાતમાં કપરાડા અને ધરમપુરના ખેડૂતોએ પાવર ટીલર યોજનાનો લાભ લીધો, રૂા.2.25 કરોડની સબસિડી મળશેઃ ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.27 : આંતરરાષ્‍ટ્રીય પોષક અનાજ વર્ષ-2023 અંતર્ગત મિલેટ ફેસ્‍ટીવલ દિવસની ઉજવણીનો કાર્યક્રમ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કોમ્‍યુનિટી હોલમાં તા.26 માર્ચના રોજ 10:30 કલાકે કપરાડાના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો હતો. સાથે ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલની પ્રેરક ઉપસ્‍થિતિ રહી હતી.
ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીએ વલસાડ જિલ્લાની પ્રોડક્‍ટની વેલ્‍યુ વધે તેમજ ખેડૂતો પગભર થાય તે અંગે ચર્ચા કરી ગુજરાત સરકાર તેમજ ભારત સરકારની વિવિધ યોજનાઓનો ખેડૂતો મહત્તમ લાભ લઈ પગભર બને અને ખેડૂતોનું પોતાનું તેમજ કુટુંબનું સ્‍વાસ્‍થ્‍ય સારૂં રહે તેવા પ્રયત્‍નો કરવા પર ભાર મુકયો હતો. વધુમાં તેમણે જણાવ્‍યું કે, આ વર્ષે ખેડૂતોને ઉપયોગી યોજનાઓ પૈકી પાવર ટીલરની યોજનામાં ધરમપુર અને કપરાડાના ખેડૂતોએ આખા ગુજરાતમાં સૌથી વધારે લાભ લીધો છે. અંદાજીત રૂા.2.25 કરોડની સબસીડી ખેડૂતોને મળશે અને આવી યોજનાનો મહત્તમ લાભ લે તેજરૂરી છે.
ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલે એફઆરએ (ફોરેસ્‍ટ રાઈટ એક્‍ટ)ની જમીનનો વ્‍યવસ્‍થિત ઉપયોગ કરી ખેડૂતો પગભર થાય તેની ચર્ચા કરી તેમજ સ્‍થાનિક પાકોની પ્રોડક્‍ટમાં વેલ્‍યુ એડીશન કરી મહિલાઓ પગભર થાય તેવા પ્રયત્‍નો કરવા જોઈએ એવુ જણાવ્‍યું હતું. વધુમાં ટ્રાયબલ વિસ્‍તારમાં ખેડૂતલક્ષી યોજનાનો વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા ખેતીવાડી અધિકારી એ. કે. ગરાસીયાએ સ્‍વાગત પ્રવચન કરી આંતરરાષ્‍ટ્રીય મીલેટ વર્ષ-2023 અન્‍વયે વિવિધ કાર્યક્રમો અંગેની ચર્ચા કરી હતી. અંભેટીના કૃષિ વિજ્ઞાન કેન્‍દ્રના વૈજ્ઞાનિક અરવિંદ પટેલ અને બાલુ પટેલે હલકા ધાન્‍યનું મહત્‍વ તેમજ ગાય આધારિત પ્રાકળતિક ખેતી અંગેની સમજ પૂરી પાડી હતી. આઈ.સી.ડી.એસ અધિકારી રીટાબેન પટેલે આંગણવાડીની વિવિધ યોજનાઓ અંગે ચર્ચા કરી હતી. ધરમપુરના મદદનીશ ખેતી નિયામક કેતનભાઈ કોરાટે ખેતી વિષયક યોજના અંગે અને આઈ. ખેડુત અંગે માહિતી પૂરી પાડી હતી. શાસક પક્ષના નેતા શૈલેષભાઈ પટેલે જિલ્લા પંચાયત હસ્‍તકની વિવિધ યોજનાનો વધુમાં વધુ ખેડૂતો લાભ લે તેમ જણાવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં રમેશભાઈ ગાંવિત માજી તાલુકા પંચાયત પ્રમુખ કપરાડા, ગોપાળભાઈ ગાયકવાડ, ઉપ પ્રમુખ, કપરાડા, શાંતિબેન મહુડકર, સરપંચ, કપરાડા, દક્ષાબેન, જિલ્લા પંચાયતસદસ્‍ય કપરાડા, ધયત્રીબેન ગાયકવાડ, કારોબારી ચેરમેન તાલુકા પંચાયત, કપરાડા, સુલોચનાબેન કુરકુટીયા, તાલુકા પંચાયત સદસ્‍ય, કપરાડા, મુકેશભાઈ પટેલ, ચેરમેન, એપીએમસી નાનાપોંઢા, એસ. જે. ગાયકવાડ, તાલુકા વિકાસ અધિકારી કપરાડા, નિકુંજભાઈ પટેલ, નાયબ બાગાયત નિયામક વલસાડ, કેતનભાઈ માહલા, સુનીલભાઈ, જગદીશભાઈ, તુષારભાઈ, મદદનીશ ખેતી નિયામકો કિરીટભાઈ, મુકેશભાઈ, શંકરભાઈ, ધીરૂભાઈ પટેલ, ધીરૂભાઈ ભોયા, દિનેશભાઈ, મહેન્‍દ્રભાઈ વિસ્‍તરણ અધિકારીઓ, ગ્રામ સેવકો, વિવિધ વિભાગના સ્‍ટોલના પ્રતિનિધિઓ અને બહોળી સંખ્‍યામાં ખેડુતો ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કેતનભાઈ માહલા, કેતનભાઈ કોરાટ તેમજ વિસ્‍તરણ અધિકારીઓ અને ગ્રામ સેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આભારવિધિ વલસાડ જિલ્લા નાયબ બાગાયત નિયામક નિકુંજભાઈ પટેલે કરી હતી.

Related posts

ભારત સરકારના ગૃહ મંત્રાલયે કરેલો આદેશ: દાનહના કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ અને હાયર એજ્‍યુકેશન સચિવ સલોની રાયની લક્ષદ્વીપ બદલી

vartmanpravah

નિર્માણ યોજનાઓની સ્વીકૃતિ ભવન અનુમોદન માટે દાનહ પીડીએ વિભાગ અને બેંક ઓફ બરોડા વચ્‍ચે એમઓયુ થયા

vartmanpravah

vartmanpravah

દીવ ન.પા. દ્વારા ‘પ્રધાનમંત્રી આવાસ’ યોજના તથા ‘સૂર્યોદય આવાસ’ યોજના હેઠળ બનેલા ફલેટોની લાભાર્થીઓની ફાળવણી માટે કરાયેલો ડ્રો

vartmanpravah

કપરાડામાં માજી તા.પં. સભ્‍યની યુવતીની લાજ બચાવવા વચ્‍ચે પડતા ગુપ્તાંગમાં લાતો મારી હત્‍યા કરાઈ

vartmanpravah

સાંઈયુગ ગ્રુપ ઉમરગામ દ્વારા કામળી સમાજની ક્રિકેટ ટૂર્નામેન્‍ટનુ કરવામાં આવેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

Leave a Comment