ભાજપા સંગઠન પર્વની કમલમ ખાતે મળેલી બેઠકમાં સંગઠનના તાલુકા પ્રમુખની 40 વર્ષ અને જિલ્લા તેમજ શહેર પ્રમુખની 60 વર્ષની મહત્તમ વય મર્યાદાનો લેવાયેલો મોટો નિર્ણયથી તાલુકા સંગઠન પ્રમુખ દિલીપભાઈ ભંડારી અને ઉમરગામ શહેર પ્રમુખ સંજય જોષીની રીપીટ થવાની શકયતા નહીવત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.28: ભાજપા સંગઠનનું ચાલી રહેલું મહાપર્વમાં સંગઠનના પ્રમુખોની વયમર્યાદા નક્કી કરતો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે ઘણા કાર્યકર્તાઓના પ્રમુખબનવાની ઈચ્છા હવે મનમાં જ રહી જશે જ્યારે બીજી તરફ યુવાનોને સંગઠનના મહત્વના હોદ્દા પર કામ કરવાની તક પ્રાપ્ત થશે. ઉમરગામ તાલુકામાં ભાજપા સંગઠનના વર્તમાન પ્રમુખશ્રી દિલીપભાઈ ભંડારીનો કાર્યકાળ સફળ રહ્યો છે. શ્રી દિલીપભાઈ ભંડારી પાયાના કાર્યકર્તા છે અને લાંબા સમયથી સંગઠનમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે. એવી જ રીતે ઉમરગામ શહેર પ્રમુખ શ્રી સંજયભાઈ જોષી એમના સફળ કાર્યકાળ સાથે ફરી પ્રમુખ બનવાની ઈચ્છા જાહેરમાં બતાવી રહ્યા હતા. પરંતુ એમની વય મર્યાદા હવે નડતરરૂપ સાબિત થશે.
ઉમરગામ તાલુકામાંથી યુવાનોમાં 40 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા ઘણા કાર્યકર્તાઓ લાંબા સમયથી યુવા મોરચામાં મહત્વની ભૂમિકા ભજવેલી છે અને હાલમાં પણ સંગઠનમાં સક્રિય રહી મહત્વની કામગીરી બજાવી રહ્યા છે એવા કાર્યકર્તાઓને તક મળવાની શકયતા વધી જવા પામી છે. ઉમરગામ તાલુકામાંથી સોળસુંબાના માજી સરપંચ શ્રી અમિતભાઈ પટેલ, ફણસાના શ્રી આકાશભાઈ ગોસાઈ, તેવી જ રીતે યુવા સંગઠનમાં જિલ્લા મહામંત્રી અને હાલમાં તાલુકા સંગઠનમાં કોષાધ્યક્ષ તરીકે ફરજ બજાવી રહેલા ડો.નિરવ શાહ, ફણસાના ડો.આશિષ પટેલ સહિતના ઘણા યુવાનોમાંથી તક મળવાની શકયતા દેખાઈ રહી છે. ઉમરગામ શહેરમાં પણ શ્રી સમીરભાઈ કંસારા, શ્રી મનોજભાઈ ઝા, શ્રીમિહિરભાઈ સોનપાલ, શ્રી ગણેશભાઈ બારી વગેરે નામો પ્રકાશમાં આવી રહ્યા છે.