December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ફલેટમાં ફ્રિઝમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી 

વેજલપોર વૃંદાવન પાર્કમાં ઘટેલી ઘટના : માતા અને બાળકીનો ચમત્‍કારિક બચાવ: ઘર સામાન બળીને ખાખ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વલસાડમાં ફલેટમાં ગત રાત્રે ફ્રિઝમાં શોર્ટ સર્કિટ સર્જાતા અચાનક આગ લાગી હતી. આગમાં સમય સુચકતા આધિન માતા-બાળકીનો ચમત્‍કારિક બચાવ થયો.
વલસાડ વેજલપોર રામનગરમાં આવેલ વૃંદાવન પાર્ક ફલેટ નં.305માં પ્રજ્ઞેશ સોલંકી અને તેમના પત્‍ની કૌશલ્‍યાબેન સોલંકી અઠવાડીયા પહેલાં જ ભાડેથી રહેવા આવ્‍યા હતા. ગત રાત્રે પતિ ચિખલી નોકરી જવા નિકળ્‍યા હતા ત્‍યારે ઘરમાં કૌશલ્‍યાબેન અને બાળકી સુતા હતા. મધરાતે ઘરમાં ધુવાડા જોતા કૌશલ્‍યાબેન તુરત બાળકી સાથે ઘરની બહાર નિકળી ગયા હતા. ઘરમાં ફ્રિઝ ભડભડ સળગતું હતું. પડોશીઓએ ફાયરને જાણ કરી હતી. પણ ત્રીજા માળે પાઈપપહોંચતી નહોતી તેથી જેમ તેમ અન્‍ય પાઈપોના જોડાણ કરી આગ બુઝાવી હતી. આગમાં ઘર વખરી સરસામાન બળીને ખાખ થઈ ગયું હતું.

Related posts

આજથી લોકસભાની દાનહ અને દમણ-દીવ બેઠક માટે ઉમેદવારી પત્રક ભરવાનો આરંભઃ ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 19મી એપ્રિલ

vartmanpravah

વાપીના કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજના ટી.વાય. બી.એસ.સી.ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ

vartmanpravah

સુરતના તત્‍કાલીન ટી.પી.ઓ. કૈલાસ ભોયાની અપ્રમાણસરની મિલકતો અંગે એ.સી.બી.એ વલસાડમાં તપાસ હાથ ધરી

vartmanpravah

વાપી એલ. જી. હરિયા સ્‍કૂલના બાળકો આંતર સ્‍કૂલ ક્‍વિઝ સ્‍પર્ધામાં ઝળક્‍યા

vartmanpravah

પારડી બગવાડા હાઈવે પર માજી ભાજપ ઉપપ્રમુખની કારમાં લાગી આગ

vartmanpravah

વલસાડના આસિસ્‍ટન્‍ટ ઈલેક્‍ટ્રીકલ ઈન્‍સ્‍પેક્‍ટર 20 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

vartmanpravah

Leave a Comment