October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

નાનાપોંઢા-નાસિક હાઈવે ઉપર મહાકાય કન્‍ટેનર પલટી મારી ગયા બાદ 24 કલાકથી હાઈવે બ્‍લોક

નાસિક વાપીની કનેક્‍ટીવિટી અટકી પડી : નવસારી બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટથી હેવી ક્રેઈન બોલાવવી પડી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: નાનાપોંઢા નાસિક હાઈવે ઉપર ગુરૂવારે મહાકાય કન્‍ટેનર પલટી મારી ગયું હતું. કન્‍ટેનર પલટી મારી ગયા બાદ 24 કલાકથી હાઈવે બ્‍લોક થઈ ગયો હતો. કન્‍ટેનર માંડવા વડદેવીનો ઘાટ ચઢી નહી શકતા પલટી મારી ગયું હતું. તે પછી બન્ને તરફનો વાહન વ્‍યવહાર સદંતર બંધ થઈ જતા વાહન ચાલકો મુશ્‍કેલીમાં મુકાઈ જવા પામ્‍યા હતા.
વલસાડ જિલ્લાના નેશનલ હાઈવે નાસિક-કપરાડાના જોગવેલ અને માંડવાની હદમાં ઘાટ પર અકસ્‍માત થતાં 24 કલાક પુરા થયા બાદ પણ વાહન વ્‍યવહાર ચાલું કરવામાં આવ્‍યો ન હતો. ગુરુવારના રોજ 2 વાગ્‍યે નાસિક તરફથી નવસારી મેટ્રો ટ્રેન કામ માટે 100 ટન વજન ક્રેઈન ટ્રકમાં લઇ જવામાં આવી રહી હતી. માંડવા અને જોગવેલ વચ્‍ચે મોટો ઘાટ આવે છે. ભારે વજનદાર હોવાથી ટ્રક રીવર્સ થઇ જતાં રોડ પરથી નીચે ઉતરી ગયા બાદ સંપૂર્ણ રોડ પર આવી જતા સંપૂર્ણ વાહન વ્‍યવહાર બંધ થઇ જવા પામ્‍યો હતો.
વાપી તરફથી નાસિક તરફ જવા માટે નિકળેલ કન્‍ટેનર નંબર ડીડી 01 કે 9761 માંડવા વડદેવી ઘાટ ચઢી નહી શકતા અચાનક પલટી મારી ગયું હતું. વાપી મુંબઈ મહારાષ્‍ટ્ર તરફથી નાસિક જવા માટેઅવર જવરનો આ એકમાત્ર મુખ્‍ય માર્ગ છે. કોમર્શિયલ વાહનો આ હાઈવેથી અવર જવર કરે છે. ગતરોજ મહાકાય કન્‍ટેનર પલટી મારી ગયા બાદ મોટી વિડંબણા સર્જાઈ હતી. કારણ કે હાઈવે જ બ્‍લોક થઈ ગયો હતો. બન્ને તરફ વાહનોની કતારો લાગી જવા પામી હતી. રોજીંદી અવર જવર કરતા સ્‍થાનિક વાહનો પણ અટવાઈ પડયા હતા. આ સ્‍થિતિ 24 કલાક જેટલી લંબાઈ હતી. અંતે નવસારી બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટ પરથી હેવી વેઈટ ક્રેઈન મંગાવાઈ હતી અને કન્‍ટેનરને હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી.
નાનાપોઢા થી કપરાડા સુધીમાં 3 મોટા ઘાટ આવે છે. કુંભઘાટ, માંડવા અને જોગવેલ દરરોજ અકસ્‍માત સર્જાતા કાયમી ટ્રાફિક સમસ્‍યાઓ હોય એની પોલીસ, આરટીઓઅને નેશનલ હાઇવે ઓથોરિટીની લાપરવાહી થકી રાષ્‍ટ્રને નુકસાન થઈ રહ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં ગુજરાત અને મહારાષ્‍ટ્ર સાથે વલસાડ જિલ્લાના મુખ્‍ય વાહન વ્‍યવહાર માટે ઉપયોગી માર્ગ નેશનલ હાઇવે 848 પર વહીવટી તંત્રની લાપરવાહી વાહનો ચાલકો માટે ભયંકર મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે છે.
ઉલ્લેખનીય છેકે 15 થી 20 વર્ષ થી અનેક અકસ્‍માત થયા છે. કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. હજુ સુધી નેશનલ હાઈવે ઓથોરિટી પાસે કોઈ ટેકનોલોજી આવી નથી. જે પણ કામ થઈ રહ્યુ છે. સરકાર દ્વારા માર્ગ નવીનીકરણમાટે દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્‍ટ આપવામાં આવે છે. નેશનલ હાઈવે પર જે પણ કામ કરવમાં આવે છે. કામના ગેરન્‍ટી પિરિયડ હોઈ છે કે નથી જે પણ કામમાં ગુણવત્તા વગર કરવામાં આવે છે એની સામે બ્‍લેક લિસ્‍ટ કરવા માટે ની કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. પ્રજાના ટેક્‍સના કરોડો રૂપિયા વેડફાય જતાં હોય છે. આમજનતા હવે મૂક પ્રેક્ષક બની મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે છે.

Related posts

સામાજિક ઉત્થાન અને સદ્દભાવના કાર્યક્રમોમાં રાજ્ય સરકાર દ્વારા હંમેશા મદદરૂપ બનવાની ખાતરી આપતા મુખ્યમંત્રી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ફૂડ એન્‍ડ ડ્રગ્‍સની ટીમે વિવિધ 71 સ્‍થળેથી ખાદ્ય સામગ્રીના લીધેલા સેમ્‍પલ: ઉમરગામના તલવાડાની બાલાજી રાજસ્‍થાની હોટલ અને ધનોલીની અંબર હોટલની ખાદ્ય સામગ્રી આરોગ્‍યને નુકસાનકારક (અનસેફ ફૂડ) તરીકે જાહેર

vartmanpravah

આજે મોટી દમણ ન્‍યૂ લાઈટ હાઉસ પાસે એમ્‍ફીથિયેટર અને ન.પા. કાર્યાલયમાં વિભાજન વિભીષિકા સ્‍મૃતિ દિવસના ઉપલક્ષમાં પ્રદર્શન યોજાશે

vartmanpravah

આજનો દિવસ દાનહના મતદારો માટે મનોમંથન અનેઆત્‍મપરિક્ષણનો દિવસ

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં ગુજરાત સરકારના પ્‍લેસમેન્‍ટ કેમ્‍પમાં 302 વિદ્યાર્થીની નોકરી માટે પસંદગી થઈ

vartmanpravah

નવસારી જિલ્લામાં વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment