(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: રોટરેક્ટ ક્લબ ઓફ વલસાડ દ્વારા ભેંસધરા, ધરમપુર સ્કૂલ ખાતે દિવાળીનિમિત્તે ફટાકડા, બિસ્કીટ, મીઠાઈ તથા કપડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ભારતીય જનસેવા સંસ્થાન સંચાલિત ઉચ્ચત્તર માધ્યમિક શાળા ભેંસધરા, ધરમપુર ખાતે રોટરેક્ટ કલબ ઑફ વલસાડ ગૃપ દ્વારા વિદ્યાર્થીઓને દિવાળી પર્વ નિમિત્તે ફટાકડા, ચોકલેટ, બિસ્કીટ, મિઠાઈ, કપડાનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું. આ પ્રસંગે રોટ્રેક્ટ પ્રેસિડેન્ટ આરટીઆર હિત દેસાઈ તેમજ આરટીએન નિરાલી ગજ્જર દ્વારા બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ માટે પણ શુભેચ્છાઓ પાઠવી હતી. રોટરી ક્લબ ઓફ વલસાડ અને રોટરી વલસાડ રેન્જરનો સહયોગ મળ્યો હતો. આ દિવાળીમાં તમામ વિદ્યાર્થીના જીવનને હર્ષ ઉલ્લાસથી ભરી દેવા પ્રયાસ કરાયો હતો.
