October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ પંચાયતની મહત્‍વના નિર્ણય માટે મળેલી સામાન્‍ય સભામાં સરપંચના તમામ દાવ નિષ્‍ફળ

વિકાસ કમિશનરની ગુજરાત પંચાયત અધિનિયમ કલમ 253 અન્‍વયે વૈધાનિક
ફરજ અદા કરવામાં અસમર્થ જતા વિસર્જન કેમ ન કરવું તે અંગે આપેલી કારણ
દર્શક નોટીસના સંદર્ભમાં લેવામાં આવેલા નિર્ણયમાં બહુમતી સભ્‍યોએ ઠરાવની વિરુદ્ધ સમર્થન આપતા સરપંચે ગોઠવેલી બાજીમા વિરોધ પક્ષનુ પલડુ ભારી
થઈ જવા પામ્‍યું હતું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.05: સરીગામ પંચાયતની આજરોજ મળેલી સામાન્‍ય સભામાં પસાર કરેલા ઠરાવ બાદ સરપંચશ્રી અને એમની ટીમ માટે હવે સામે પ્રવાહ વાહણ ચલાવવા જેવી પ્રતિકૂળ પરિસ્‍થિતિનું નિર્માણ થઈ જવા પામ્‍યું છે. બજેટ મંજુર કરાવવા તેમજ વૈધાનિક દ્રષ્ટિએ માન્‍યતા અપાવવા કાયદાની આટીઘૂટીમાં અટવાયેલી સરીગામ પંચાયતની આજરોજ પોલીસ કાફલાના બંદોબસ્‍ત સાથે સરપંચશ્રી સહદેવભાઈ વધાતના અધ્‍યક્ષતા હેઠળ પંચાયતના સભાખંડમાં સામાન્‍ય સભા મળી હતી. પંચાયતના વહીવટ ચલાવવા માટે મહત્‍વના નિર્ણયને કાર્યસૂચિમાં સમાવી આજની મળેલી બેઠકમાં પણ ગત તારીખ 15/2/24ના રોજ મળેલી પ્રથમ બેઠકમાં વિરોધ પક્ષના બહુમતી સભ્‍યોએ સરપંચશ્રીના મનસ્‍વી વલણ અને મનસ્‍વી વલણને કારણે સંપૂર્ણ અને સમતોલ વિકાસમાં અવરોધ આવતો હોવાનો મૂકવામાં આવેલો આરોપને વળગી રહ્યા હતા. અને સરપંચશ્રીએ પસાર કરવાના ઠરાવના વિરોધમાં મતદાન કરતા જોવા મળ્‍યા હતા.
આજની સામાન્‍ય સભામાં પ્રથમ મુદ્દામાં ગત સભા અર્થાત ગત તારીખ 4/3/2024 ના રોજ મળેલી સામાન્‍ય સભા જેને વિકાસ કમિશનરે વૈધાનિક દ્રષ્ટિએ માન્‍યતા ન આપતા પંચાયતના સરપંચને રાજ્‍યની વડી અદાલતમાં ન્‍યાય માટે જવાની ફરજ પડેલી છે જેના સંદર્ભમાં ચર્ચા કરવામાં આવી હતી. આ સભાની કાર્યવાહી નોંધ વંચાણે લઈ બહાલી આપવાનો અગત્‍યનો મુદ્દો હતો પરંતુ બહુમતી સભ્‍યોએ સમર્થન ન આપતા સરપંચ માટે મુશ્‍કેલી સર્જાઈ જવા પામી છે. એજ રીતે બીજા મુદ્દામાં ગુજરાત પંચાયત અધિનિયમ કલમ 253 ની અન્‍વયે આપેલી કારણદર્શક નોટિસ અને વિકાસ કમિશનરે આપેલી બજેટ મંજૂર કરવા માટેની તક ના સંદર્ભમાં સહમતિ લેવાની હતી પરંતુ આ મુદ્દે પણ વિરુદ્ધ પક્ષના 11 સભ્‍યો દ્વારા સમર્થન આપવામાં આવ્‍યું ન હતું. જ્‍યારે સરપંચના સમર્થનમાં માત્ર પંચાયતના 8 સભ્‍યોનુ બળ જોવા મળ્‍યું હતું. અત્રે નોંધનીય છે કે, 20 સભ્‍યોનું કદ ધરાવતી સરીગામ પંચાયતમાં આજરોજ સરપંચનાખેમામાંથી વધુ એક સભ્‍ય કોઈ કારણસર ગેરહાજર રહેતા વિરોધ પક્ષનું મનોબળ વધી જવા પામ્‍યું હતું.
આજની સામાન્‍ય સભામાં પસાર કરેલા ઠરાવ અને વિકાસ કમિશનરે સામાન્‍ય સભા બોલાવવાના આદેશ સામે હાઈકોર્ટમાંથી સરપંચશ્રીએ મેળવેલ સ્‍ટે વચ્‍ચે તાલમેલ કરવામાં ચૂક થઈ ગઈ હોવાનું પણ અંદાજવામાં આવી રહ્યું છે. પરંતુ સરપંચશ્રીએ સામાન્‍ય સભાની કાર્ય સુચિમાં સમાવેલા મુદ્દા જોતા બાજી વિરોધ પક્ષ તરફ ચાલી ગઈ હોવાનું જાણકારો દ્વારા અંદાજવામાં આવી રહ્યું છે.

Related posts

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસના ઉપલક્ષમાં દાભેલના આટિયાવાડ ખાતે સેવા પખવાડા હેઠળ નિઃશુલ્‍ક દાંત અને આંખની તપાસ શિબિર યોજાઈ

vartmanpravah

શીખ સમુદાયના બહાદુર બાળકોની શહાદતની યાદમાં 26 ડિસેમ્‍બરના દિવસને ‘વીર બાળ દિવસ’ જાહેર કરવા બદલ દમણ-દીવ શીખ સમાજે પીએમ મોદીનો માનેલો આભાર

vartmanpravah

વણાંકબારામાં એક પરિવારના તમામ સભ્‍યોને જીવતા સળગાવીને મારી નાખવા કરાયેલા પ્રયાસમાં દીવ પોલીસે આરોપીની કરેલી ધરપકડ: કોર્ટે 3 દિવસના મંજૂર કરેલા પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં વિદ્યાર્થીઓ માટે ફિનિશિંગ સ્‍કૂલ ટ્રેઈનિંગ પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના પ્રશાસન નિયુક્‍ત એડમિનિસ્‍ટ્રેટર કરણજીત વાડોદરિયાના કાર્યકાળમાં બેંકે શરૂ કરેલી પ્રગતિની હરણફાળ

vartmanpravah

મેરી માટી મેરા અભિયાનની ઉજવણી વાપી કે.બી.એસ. કોલેજ દ્વારા કરવામાં આવી

vartmanpravah

Leave a Comment