January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી તાલુકાના વિવિધ ગામોમાં દક્ષિણ વિભાગકોળી સમાજ મંડળ દ્વારા વૃક્ષારોપણ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: દક્ષિણ વિભાગ કોળી સમાજ મંડળના સુવર્ણ જ્‍યંતિ પ્રસંગે પચાસ હજાર વૃક્ષો રોપવાનો સંકલ્‍પ સાથે સમાજની એકતા સંગઠન મજબુત બને સમાજ એકબીજાથી પરીચિત થાય એ હેતુથી દર રવિવારે કોળી સમાજના વિવિધ ગામોમાં મંડળ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે છે તે મુજબ આજરોજ દિવાસાના શુભ દિવસે પારડી તાલુકાના બગવાડા, સારણ, રેંટલાવ, મોતિવાડા, પલસાણા અને વટાર ગામે દક્ષિણ વિભાગ કોળી સમાજ મંડળના પ્રમુખ શ્રી હરેશભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને મંડળના કારોબારી સભ્‍યોના પ્રયત્‍નોથી વૃક્ષારોપણ કરવામાં આવ્‍યુ હતું. કાર્યક્રમમાં જિ.પંચાયત શાસક પક્ષના નેતા, જિ.પંચાયત સભ્‍ય મુકેશભાઈ પટેલ, શૈલેશકુમાર પટેલ અને મોટી સંખ્‍યામાં કારોબારી સભ્‍યો અને દરેક ગામના કોળી સમાજના ભાઈઓ, બહેનો, યુવાનો, વડીલો હાજર રહ્યા હતા.

Related posts

ડેપ્યુટી કલેક્ટર ચાર્મી પારેખે દાનહમાં ભારત સ્કાઉટ ગાઈડના રાજ્ય સ્તરીય પાંચ દિવસીય રાષ્ટ્રપતિ પરીક્ષણ કેમ્પનો કરાવેલો શુભારંભ

vartmanpravah

દમણ લાઈટ હાઉસ બીચ ઉપર ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા સંસ્‍કૃતિ મંત્રાલય દ્વારા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

‘આંતરરાષ્‍ટ્રીય સમુદ્ર તટ સફાઈ દિવસ’ના ભાગરૂપે દમણમાં ભારતીય કોસ્‍ટ ગાર્ડ દ્વારા સાયક્‍લોથોન યોજાઈ

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

વાપી નામધામાં 15 વર્ષિય સગીરાએ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર

vartmanpravah

વલસાડ જિલ્લાના ૩૪ શિક્ષકોને પૂર્ણ પગારના હુકમો ઍનાયત કરતા રાજ્યમîત્રી જીતુભાઈ ચૌધરી

vartmanpravah

Leave a Comment