October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા દહીખેડ ગામે વાંકી નદીના કોઝવે ઉપરથી પશુ નદીમાં તણાયા : પશુપાલકોએ જીવના જોખમે ઉગાર્યા

લો લેવલ કોઝવે ઉપર લોકો જીવના જોખમે અવર જવર કરે છે, પશુ પાલકો પણ પશુઓ સાથે કોઝવે પાર કરતા હતા ત્‍યારે ઘટના ઘટી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ-ચારદિવસથી અતિવૃષ્‍ટિ થઈ રહી છે, તમામ નદી, નાળા, કોઝવે ઓવરફલો થઈ રહ્યા છે ત્‍યારે લોકો જીવના જોખમે પણ કોઝવે પસાર કરી રહ્યા છે. આજે રવિવારે કપરાડાના દહીખેડ ગામે લો લેવલ કોઝવે પશુપાલકો સાથે પાર કરી રહ્યા હતા ત્‍યારે પશુઓ પાણીમાં તણાયા હતા. જો કે પશુ પાલકોએ જીવના જોખમે તણાયેલ એક બકરી અને વાછરડાને બચાવી લીધા હતા.
કપરાડાના દહીખેડ ગામ પાસે પસાર થતી વાંકી નદીનો લો લેવલ કોઝવે વધુ વરસાદને લઈ ડૂબી ગયો છે. તેમ છતાં સ્‍થાનિકો જીવના જોખમે ધસમસતા પાણીમાંથી કોઝવે પસાર કરે છે. આજે પશુપાલકો તેમના પશુ સાથે કોઝવે પસાર કરતા હતા ત્‍યારે ધસમસતા પાણીમાં એક બકરી અને વાછરડુ તણાયા હતા. પશુપાલકોએ જીવના જોખમે બન્ને અબોલ જીવોને પાણીમાં તણાતા બચાવી લીધા હતા. કપરાડા વિસ્‍તારમાં અનેક લો લેવલ કોઝવેમાં જીવનની અનિવાર્યતા હોવાથી લોકો જીવના જોખમે અવાર જવર કરવાનું પણ જોખમ ઉઠાવતા રહે છે તેવો વધુ એક વાસ્‍તવિક બનાવ આજે બનવા પામ્‍યો હતો.

Related posts

વલસાડ જિલ્લાની 12956 ગંગા સ્‍વરૂપા બહેનોને આધાર કાર્ડ-મોબાઈલ નંબર અપડેટ/ લીંક કરાવવા અનુરોધ

vartmanpravah

દાનહ નરોલી પંચાયત ખાતે માર્બલ કંપનીઓ દ્વારા ખુલ્લેઆમ ફેકવામાં આવી રહ્ના છે ઘન કચરો

vartmanpravah

દાદરા નગર હવેલીમા 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયો

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા પક્ષના 138મા સ્‍થાપના દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

દમણ જિલ્લા સહકારી ભંડારના ચેરમેન તરીકે આગેવાન સામાજિક કાર્યકર્તા અને ઊર્જાવાન નેતા હિરેનભાઈ જોષીની સર્વાનુમતે વરણી

vartmanpravah

યુઆઈએ દ્વારા આયોજિત એક્ષ્પોએ જમાવેલું આકર્ષણ

vartmanpravah

Leave a Comment