October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બલીઠા હાઈવે મામલતદાર કચેરી સામે દોઢ મહિનાથી ઘોંચમાં પડેલ સર્વિસ રોડનું કામ શરૂ

જી.ઈ.બી. ટ્રાન્‍સમિશન વિભાગે કામ અટકાવ્‍યું હતું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વાપી બલીઠા વિસ્‍તારમાંમામલતદાર કચેરી સામે સર્વિસ રોડ પહોળો કરવાની કામગીરી શરૂ થઈ હતી. પરંતુ અધવચ્‍ચે જ કામગીરી અટકી પડી હતી. લગભગ દોઢ એક મહિનાથી બંધ રહેલ આ મહત્ત્વની કામગીરી અંતે ચાલું થઈ ગઈ હતી.
વાપી બલીઠા સવિ4સ રોડ ઉપર બન્ને તરફ ગેરેજ-દુકાનોની હાટડીઓને લઈ ટ્રાફિક પ્રભાવિત થતો હતો. સર્વિસ રોડ દબાણ ઉપર દબાણ વધી ગયું હતું તેથી ગમખ્‍વાર અકસ્‍માત સર્જાતા રહેતા હતા તેથી હાઈવે ઓથોરીટી દ્વારા ડબ્‍બલ સાઈઝનો મોટો પહોળો સર્વિસ રોડ બનાવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. થોડુ ઘણુ કામ શરૂ જ થયું હતું ત્‍યાં ટ્રાન્‍સમિશન વિભાગે કામકાજ અટકાવી દીધું હતું. તેથી હાઈવે ઉપર અવર જવર પ્રભાવિત થઈ હતી. એખ તરફ સર્વિસ રોડ કામગીરીના મોટા ખાડા તેથી મામલતદાર કચેરી તરફના સર્વિસ રોડથી સલવાવ તરફ જવાનો રોડ લગભગ બંધ જેવો થઈ ગયો હતો. માંડ માંડ એકાદ વાહન પસાર થઈ શકતું હતું પરંતુ ટ્રાન્‍સમિશન વિભાગ સાથે સમાધાન થતા અંતે આ સર્વિસ રોડનું ઘોંચમાં પડેલું કામ શરૂ થઈ ગયું છે. પૂર્ણ થવાથી ટ્રાફિકની સમસ્‍યાનો અંત આવી જશે.

Related posts

દમણની પોલિકેબ કંપનીએ પ્રશાસનની સાથે મળીને ઘ્‍લ્‍ય્‍ અંતર્ગત પોષણ કિટનું કરેલું વિતરણ

vartmanpravah

ચીખલી મામલતદાર કચેરીમાં પુરવઠા મામલતદાર નિયત કરાયેલા દિવસે ઉપસ્‍થિત ન રહેતા અરજદારોને પડી રહેલી હાલાકી

vartmanpravah

સરીગામ બજાર માર્ગ પર ટ્રાફિકની ભરમાર અને અકસ્‍માતનું જોખમ

vartmanpravah

‘જય ભવાની ભાજપ જવાની’ના બુલંદ જયઘોષ સાથે કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલનો વિજય વિશ્વાસ

vartmanpravah

દાનહ, દમણ અને દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી 18મી મેના રોજ નિર્ધારિત

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતની લાયબ્રેરીની મુલાકાત લેતા પરિયારી ઉચ્‍ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ

vartmanpravah

Leave a Comment