Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં બપોર બાદ પુરના પાણી ઓસરતા (ઉતરતા) રસ્‍તાઓ ઉપર કાદવ કીચ્‍ચડ છવાઈ જતા લોકો પરેશાન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડ શહેરમાં ઔરંગા નદીના પાણી નિચાણવાળા વિસ્‍તારોમાં ઘૂસી ગયા હતા. સતત બે દિવસ પુર જેવી સ્‍થિતિ પ્રવર્તિ હતી પરંતુ આજે સોમવારે બપોર બાદ પાણી ધીરે ધીરે ઓસરવા લાગ્‍યા હતા. તેથી રસ્‍તા ખુલી રહ્યા હતા પરંતુ પુરની આફત તો હાલપુરતી ટળેલી લોકોએ જોઈ ત્‍યાં બીજી નવી આફત આવી પડી હતી. જ્‍યાં જ્‍યાં પાણી ઉતર્યા હતા ત્‍યાં કાદવ કિચડ છવાઈ ગયો હતો.
વલસાડના નિચાણવાળા એવા એરિયા કાશ્‍મિરનગર અને દાણાબજાર જેવા વિસ્‍તારમાં પાણી ઉતરતા ઠેર ઠેર કીચડ અને ગંદકી શરૂ થઈ હતી. પાલિકાના સફાઈ કામદારોની ટીમો જ્‍યાં જ્‍યાં કીચડ જેવી સ્‍થિતિ ઉભી થઈ હતી ત્‍યાં પાણીનો છંટકાવ કરીને કાદવ દૂર કરવાની કવાયત હાથ ધરી હતી. હજુ અન્‍ય વિસ્‍તારોમાં પાણી એક થી બે ફૂટ જેવા ભરાયેલા છે ત્‍યાં પણ આવી જ પરિસ્‍થિતિનું પુનરાવર્તન થશે તેનક્કી છે. શહેર માટે અતિવૃષ્‍ટિ અનેક આફતો સાથે લઈને આવી છે તેવું લોકો અનુભવી રહ્યા છે.

Related posts

દાનહ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓનું ગઠન : દિપક પટેલ અને વિપુલ ભૂસારાને મળેલી મહત્‍વની સમિતિ

vartmanpravah

દાનહમાં શિવસેનાએ ગ્રામીણ વિસ્‍તારમાં ધાબળા અને માસ્‍ક વિતરણ કરી મનાવ્‍યો બાળાસાહેબ ઠાકરેનો જન્‍મદિવસ

vartmanpravah

વલસાડ ખાતે વારલી પેઇન્‍ટિંગની કૌશલ્‍યવર્ધન તાલીમ યોજાઈ

vartmanpravah

વણાકબારાના મીઠીવાડીનાએક ઘરમાં અડધી રાતે અચાનક આગ ભભુકી ઉઠી, ઘરમાં સૂતેલાનો ચમત્‍કારી બચાવ

vartmanpravah

સેલવાસ ન.પા. વિસ્‍તાર માટે ચૂંટાયેલા સ્‍ટ્રીટ વેન્‍ડર એસોસિએશનના સભ્‍યોનો યોજાયો સન્‍માન સમારંભ

vartmanpravah

કપરાડાના કરચોંડ અને ફત્તેપુર ગામનો કોઝવે અતિવૃષ્ટિથી પાણીમાં ગરકાવ અનેક ગામો સંપર્ક વિહોણા: સ્થાનિકો જીવના જાખમે કોઝવે પાર કરી રહ્ના છે

vartmanpravah

Leave a Comment