October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિધાનસભા નાયબ મુખ્‍ય દંડકના અધ્‍યક્ષસ્‍થાને કપરાડા ખાતે આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરાઈ

આદિવાસીઓનો ઈતિહાસ ગૌરવશાળી અને બલિદાનો અવિસ્‍મરણીય છે – વિજયભાઈ પટેલ

કપરાડા તાલુકાનાં રૂ.27.25 કરોડના કુલ 176 વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની અરૂણોદય સાર્વજનિક હાઈસ્‍કુલ ખાતે વિધાનસભાના મુખ્‍ય નાયબ દંડકશ્રી વિજયભાઈ પટેલની અધ્‍યપક્ષતામાં આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો શુભારંભ આદિવાસી કૂળદેવી કનસેરી માતા, ભારતમાતા, આદિવાસી દેવીદેવતાઓ અને ભગવાન બિરસામુંડાની પુજા-અર્ચના અને પુષ્‍પ અર્પણ કરી કરવામાં આવ્‍યો હતો.
આદિવાસીઓ પ્રકળતિ પૂજક છે. આ વારસાને અને પ્રકળતિની જાળવણી કરવાની જવાબદારી આદિવાસીઓની છે એમ જણાવતા નાયબ મુખ્‍ય દંડક વિજયભાઈ પટેલે કહ્યું હતું કે, પ્રકળતિનું માનવીના જીવનમાં અમુલ્‍ય યોગદાન છે તેથી આપણે તેના ઋણી છીએ. સમગ્ર વિશ્વમાં વસતા આદિવાસીઓ માટે તેમનો વારસો,સંસ્‍કળતિ, ભાષા, અધિકારો માટે સંકલ્‍પબદ્ધ થવાનો અને ભગવાન બિરસામુંડા સહિત હજારો આદિવાસીઓના બલિદાનને ગર્વપૂર્વક યાદ કરવાનો દિવસ છે. દેશની સેવામાં આદિવાસીઓનો ઈતિહાસ અત્‍યંત ગૌરવશાળી છે. આદિવાસીઓના બલિદાનો અવિસ્‍મરણીય છે. બુદ્ધિશાળી આદિવાસી પૂર્વજોએ જીવન જરૂરિયાતના વપરાશની વસ્‍તુઓમાંથી વાંજિત્રો બનાવ્‍યા છે. તેને બજારમાં લેવા જવા નથી પડતાં. આપણને આપણી સંસ્‍કળતિ માટે ગૌરવ થવું જોઈએ કારણ કે આદિવાસીઓનો પ્રકળતિ સાથે ઘરોબો નાતો છે. પ્રકળતિ અને સંસ્‍કળતિ એકબીજાના પૂરક છે. આપણી સંસ્‍કળતિ છોડમાં રણછોડના દર્શન કરવાની છે. સમાજ માટે સ્‍વાભિમાન હોય તો સમાજ માટે કંઈ કરી શકાય છે. દરેકે સમાજ માટે પોતાનાથી બનતું યોગદાન આપવું જોઈએ.
વધુમાં તેમણે, ડો. બાબા સાહેબ આંબેડકરને બંધારણીય હક અપાવવા બદલ યાદ કર્યા હતા અને તેમના યોગદાનને બિરદાવ્‍યું હતું. તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય અને રાજ્‍યાના વિકાસમાં આદિવાસી સમાજ અભૂતપૂર્વ યોગદાન આપે તે હેતુસર વનબંધુ કલ્‍યાણ યોજનાની શરૂઆત કરાવી હતી. જેના કારણે આજે આદિવાસી પટ્ટાઓમાં રસ્‍તા, પાણી, શિક્ષણ, આરોગ્‍ય અને બીજી વિવિધસુવિધાઓ પહોંચી છે.
આ અવસરે મુખ્‍ય નાયબ દંડક અને મહાનુભાવોના હસ્‍તે વ્‍યક્‍તિગત યોજનાના લાભાર્થીઓને દૂધાળા પશુ સહાય – મુખ્‍યમંત્રી આદિમજુથ સર્વાંગી ઉત્‍કર્ષ યોજના, ડિ – સેગ શાખા હેઠળ મીની ટ્રેક્‍ટર યોજના, સ્‍માર્ટ ફોન સહાય યોજના, વ્‍યક્‍તિગત ધોરણે મકાન સહાય યોજના, કુંવરબાઈનું મામેરૂ, એસેટ સિલાઈ મશીન, આયુષ્‍યમાન કાર્ડ, પ્રધાનમંત્રી જનમન આવાસ યોજના અને વન અધિકાર અધિનિયમ હેઠળ જંગલની જમીનના હક્ક પત્રકો, ચાવી, આદેશપત્ર, મંજૂરી પત્ર, સહાય પ્રમાણપત્ર, પેમેન્‍ટ હુકમ, ઈ-પેમેન્‍ટ મંજૂરી હુકમ, કાર્ડ અને ચેકનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. કપરાડા તાલુકાના હળપતિ આવાસા યોજના, કિચન શેડ, ટોયલેટ બ્‍લોક, સ્‍મશાનભૂમિ, કુવા, પાઈપલાઈન, ઉદવહન સિંચાઈ, ચેકડેમ કમ કોઝવે અને આંગણવાડીના રૂ.27.25 કરોડના કુલ 176 વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત કરવામાં આવ્‍યું હતું. સાથે સાથે તેજસ્‍વીમ વિદ્યાર્થીઓ, ખેલાડીઓ, શ્રેષ્ઠહ પશુપાલકો, ખેડૂતો અને ઉચ્‍ચ પ્રદર્શન કરનાર શાળાઓનું સન્‍માન પણ કરાયું હતું.
કપરાડા ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીએ વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી આ દિવસની ઉજવણીનું મહત્‍વ સમજાવતું પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. શાળાની વિદ્યાર્થીનીઓએ સ્‍વાગત ગીત અને નૃત્‍ય રજૂ કર્યું હતું તોવિદ્યાથીઓએ પરંપરાગત આદિવાસી વેશભૂષામાં આદિવાસીઓની વિભિન્ન લોક સંસ્‍કળતિક દર્શાવતું કરતું લોકનૃત્‍ય રજૂ કરી સૌને મંત્રમુગ્‍ધ કર્યા હતા.
કાર્યક્રમમાં હાજર દરેક લોકોએ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની અધ્‍યક્ષતામાં ખેડબ્રહ્મા ખાતે રાજ્‍યકક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમને લાઈવ નિહાળ્‍યો હતો.
વલસાડના જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક એ. કે. કલસરીયાએ સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમનો હેતુ સમજાવ્‍યો હતો. ગુજરાત રાજ્‍યમાં આદિજાતિ વિકાસયાત્રાની ડોકયુમેન્‍ટરરી ફિલ્‍મનું નિદર્શન કરાયું હતું.
આ અવસરે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી હીરાબેન માહલા, સામાજિક ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી મિનાક્ષીબેન ગાંગળા, જિલ્લા પુરવઠા અધિકારી બી. ડી. બારિયા, કપરાડા મામલતદાર, શાળાના વિદ્યાર્થીઓ તેમજ મોતી સંખ્‍યામાં આદિવાસી ભાઈ-બહેનો હાજર રહ્યા હતા.
-000-

Related posts

શહાદાના ઈસમે સેલવાસ-નરોલી રોડ દમણગંગા નદીના બ્રિજ ઉપરથી ઝંપલાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

આસામ બીજેપી ઓબીસી મોરચાના પ્રભારી વિશાલભાઈ ટંડેલે પ્રથમ વર્ચ્‍યુઅલ બેઠકમાં ભાજપના જનાધારને વધારવા આપેલો બોધ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ 75 જિલ્લામાં 75 ડિજિટલ બેંકિંગ યુનિટોનો કરાવેલો શુભારંભ:  સેલવાસની શાખાને પણ મળેલું સ્થાન

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ લક્ષદ્વીપના સમુદ્રમાં સ્‍નોર્કલિંગ કરી પોતાની જીજ્ઞાસાનો આપેલો પરિચય

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જહાજ, બંદર અને જળમાર્ગના કેન્‍દ્રીય મંત્રી સર્બાનંદ સોનવાલ અને રાજ્‍યમંત્રી શ્રીપદ નાઈક સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment