Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

વરિષ્‍ઠ આઈ.એ.એસ. અધિકારી ડો. એ.મુથમ્‍માને રિલીવ કરાતા તેમના વિભાગોની કરાયેલી ફાળવણી સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગનો અખત્‍યાર પ્રશાસકશ્રીના સલાહકાર વિકાસ આનંદ સંભાળશે

સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવત દાનહ અને દમણ-દીવ સ્‍ટાફ સિલેક્‍શન બોર્ડના સભ્‍ય સચિવની પણ વધારાની જવાબદારી અદા કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.08
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનમાં આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ સહિતની વિવિધ જવાબદારી સંભાળનારા આઈ.એ.એસ. અધિકારી ડો. એ.મુથમ્‍માની પુડ્ડુચેરી બદલી થતાં તેમના વિભાગનો અખત્‍યાર સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી વિકાસ આનંદ અને નાણાં સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતને સુપ્રત કરવામાં આવ્‍યો છે.
સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી વિકાસ આનંદ પાસે દાદરા નગર હવેલી અને દમણ-દીવના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ, કાર્મિક અને પ્રશાસનિક સુધાર, મેડિકલ અને પેરા મેડિકલ એજ્‍યુકેશન તથા ઈન્‍ડસ્‍ટ્રીઝ, ટ્રેડ અને કોમર્સના સેક્રેટરીનો અખત્‍યાર રહેશે.
શ્રી વિકાસ આનંદ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પોલ્‍યુશનકંટ્રોલ કમિટીના ચેરમેન તરીકેની પણ જવાબદારી સંભાળશે.
સંઘપ્રદેશના નાણાં સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવત પાસે સામાન્‍ય વહીવટ, પ્રોટોકોલ અને જાહેર ફરિયાદ વિભાગના સચિવ સહ ડાયરેક્‍ટર અને દાદરા નગર હવેલી અને દમણ-દીવ સ્‍ટાફ સિલેક્‍શન બોર્ડના સભ્‍ય સચિવ તરીકેની જવાબદારી રહેશે.

Related posts

વાપી લાયન્‍સ કલબ ઉદ્યોગનગર મેમ્‍બર દ્વારા લાયન્‍સ આઈ હોસ્‍પિટલને 1.11 લાખનું દાન અપાયું

vartmanpravah

દાનહના મસાટ ગામના યુવાનનું હૃદયરોગના હૂમલાથી મોત

vartmanpravah

સેલવાસના આમલી ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તારમાં ઘન કચરાના ખડકલામાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

રખોલી પોલીસે રીક્ષા ચોરીના ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

ધરમપુરના સાતવાકલના આદિવાસી ખેડૂતે ખેતીમાં આજસુધી રાયાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કર્યો નથી : સંપૂર્ણ સોલાર આધારિત ખેતી

vartmanpravah

દીવ પ્રશાસન દ્વારા જિલ્લાના કુલ 50 આપદા મિત્રોનો ટ્રેનિંગ પ્રોગ્રામ શરુ કરવામાં આવ્‍યો

vartmanpravah

Leave a Comment